બેંગલુરૂના રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, 5નું મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

બેંગલુરૂની કે.આર માર્કેટમાં સોમવારની સવારે 2.30 વાગે આગ લાગવાને કારણે 5 લોકોનું મૃત્યુ થયું છે. આ આગ કે.આર માર્કેટના કૈલાશ બારમાં લાગી હતી. આગ લાગવાના તુરંત બાદ ફાયર સર્વિસને ફોન કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં રેસ્ટોરન્ટ બળીને રાખ થઇ ગઇ હતી. બેંગલુરૂની કે.આર માર્કેટમાં લાગેલી આગ અંગે અધિકારીઓનું કહેવું છે કે, કૈલાશ બારના એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી, જેમાં 5 લોકોનું મૃત્યુ થયું હતું.

bengaluru

સોમવારે સવારે 2.30 વાગે કેટલાક લોકોએ આગ લાગેલી જોઇ હતી, ત્યાર બાદ ફાયરિંગ સર્વિસને ફોન કરવામાં આવ્યો. આગ ખૂબ ઝડપથી ફેલાઇ ગઇ હતી. મીડિયાના અહેવાલો અનુસાર, આલ્કોહોલના કારણે આગ ઝડપથી પ્રસરી હતી. આગનું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ પહોંચતા સુધીમાં આગ નિયંત્રણ બહાર જતી રહી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, આ અંગે તપાસ ચાલી રહી છે. જે પાંચ વ્યક્તિઓનું મૃત્યુ થયું છે, એ બારમાં જ ઊંઘતા હતા. મૃતકોમાં એક મહિલા પણ હતી. મૃતકોના નામ: સ્વામી(23), તુમકૂર પ્રસાદ(20), તુમક્કુર મંજુનાથ(45), હસન કીર્તી(24), મંડ્યા મહેસ(35).

English summary
5 dead after fire breaks out at bar in Bengaluru.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.