SPG હટ્યા બાદ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક, તપાસ વિના ઘૂસી આવ્યા 5 લોકો
નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં મોટી ચૂકનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જાણકારી મુજબ સેન્ટ્રલ દલિ્હીના બહુ સુરક્ષિત માનવામાં આવતા લોધી એસ્ટેટ સ્થિત પ્રિયંકા ગાંધીના ઘરમાં કેટલાક લોકો કોઈપણ પ્રકારની સુરક્ષા તપાસ વિના જ ઘૂસી આવ્યા. સમગ્ર મામલો એક અઠવાડિયા પહેલાનો છે. હાલ આ ગંભીર મામલો સામે આવવા પર સરકાર તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે મને હાલ આ વિશે વધુ જાણખારી નથી, જો કે આ વિશે હું અધિકારીઓ સાથે વાત કરીશ.

પ્રિયંકા ગાંધીના ઘરમાં 5 લોકો ઘૂસ્યા
જાણકારી મુજબ સુરક્ષામાં થયેલ ચૂકનો સમગ્ર મામલો 25 નવેમ્બરનો છે, જ્યારે એક ગાડીમાં સવાર પાંચ લોકો અચાનક જ પ્રિયંકા ગાંધીના લોધી એસ્ટેટ સ્થિત તેમના આવાસ પર પહોંચી ગયા. સૂત્રો મુજબ આ તમામ લોકો ખુદને પાર્ટીના કાર્યકર્તા ગણાવી રહ્યા હતા. તેમણે સુરક્ષા તપાસથી બચતાં ના માત્ર આવાસમાં ઘૂસી ગયા બલકે બગીચા સુધી પહોંચી ગયા હતા. તેમના તરફથી જણાવવામાં આવ્યું કે તેઓ પ્રિયંકા ગાધી સાથે ફોટો પડાવવા માંગતા હતા, સેલ્ફી લેવા માંગતા હતા.
|
એસપીજી હટ્યા બાદ સીઆરએફની સુરક્ષા તપાસ પર સવાલ ઉઠ્યા
જ્યારે આ મામલો સામે આવવા પર પ્રિયંકા ગાંધીએ આશ્ચર્ય જતાવ્યું. આ મામલે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું કે કોઈએ પણ કોંગ્રેસ નેતાને મળવાનો સમય નહોતો લીધો, ત્યારે આવી રીતે અચાનક આવાસ સુધી કોઈનું પહોંચવું ચોંકાવનારું હતું. આની સાથે જ સીઆરપીએફ પર લાપરવાહીથી કામ કરવાનો આરોપ પણ લાગ્યો છે. સુરક્ષામાં થયેલ ચૂકના આ મામલામાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તપાસ ચાલી રહી છે.
|
પાછલા મહિને જ સુરક્ષા હટી
જણાવી દઈએ કે નવેમ્બર 2019માં જ ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવી તેમને ઝેડ પ્લસ સિક્યોરિટી આપવામાં આવી છે. આ સુરક્ષામાં સીઆરપીએફના જવાન સામેલ હોય છે. જણાવી દઈએ કે 28 વર્ષ બાદ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની એસપીજી સુરક્ષા પરત લેવામાં આવી.
અધીર રંજન ચૌધરીના નિવેદન પર ઘમાસાણ, હવે પ્રહ્લાદ જોશીએ કહ્યું- કોંગ્રેસ અધ્યક્ષ ઘૂસણખોર છે