For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિક્સ શિખર સંમેલનથી ભારતને થનાર 5 ફાયદા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બ્રાજીલિયા, 14 જુલાઇ: નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વાર શિખર સંમેલનમાં ભાગ લેવા જઇ રહ્યાં છે. સંમેલન છે બ્રિક્સનું. બ્રિક્સ (BRICS) એટલે બ્રાજીલ, રૂસ, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકાનું તે સંગઠન છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે બ્રિક્સ સંમેલનમાં નરેન્દ્ર મોદીના ભાગ લેવાથી ભારતને શું ફાયદો થશે?

આ પ્રશ્નના જવાબ તો ઘણા છે, પરંતુ કેટલાક જવાબ એવા છે, જે ભારતને આગળ જતાં ફક્ત આર્થિક રીતે વધુ શક્તિશાળી બનાવશે, એટલું જ નહી પરંતુ સંકટથી બચવા માટેના ઉપાય શોધશે.

14 અને 15 જુલાઇના રોજ આયોજિત થનાર આ શિખર સંમેલનમાં જો નરેન્દ્ર મોદીનો જાદૂ ચાલી ગયો તો આગામી સમયમાં બ્રિક્સ ડેવલોપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર દેશની રાજધાની નવી દિલ્હીમાં હશે.

જી હાં એવા ઘણા ફાયદા છે, જે ભારતને મળી શકે છે, તો આવો એક નજર કરીએ તે ફાયદો પર-

ભારતનું કદ વધુ ઉંચું થઇ જશે

ભારતનું કદ વધુ ઉંચું થઇ જશે

આ શિખર બેઠકમાં ટોપ એજન્ડામાં વર્લ્ડ બેંક અને એશિયન ડેવલોપમેન્ટ બેંકના આધારે બ્રિક્સ દેશોના નવા ડેવલોપમેન્ટ બેંકની સ્થાપના કરવી છે. ભારત માટે આ મુદ્દો એટલા માટે પણ ઘણો મહત્વપૂર્ણ છે કારણ કે ભારતે જ તેની પહેલ કરી હતી. બેંક બનતાં જ્યારે અન્ય દેશોનો તેનો લાભ મળશે ત્યારે બ્રિક્સ દેશો વચ્ચે ભારતનું કદ વધુ ઉંચું થઇ જશે.

ભારતને આર્થિક મદદ મળશે

ભારતને આર્થિક મદદ મળશે

100 મિલિયન ડોલરની પૂંજીવાળી આ બેંક સ્થાપિત થતાં ભારતના ઇન્ફ્રાંસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે સરળતાથી ધન પુરૂ પાડવામાં આવશે. આમ થતાં ભારતને વર્લ્ડ બેંક તથા આઇએમએફ પર નિર્ભર રહેવું પડશે.

બેંકની ચર્ચા ભારત માટે વધુ મહત્વપૂર્ણ

બેંકની ચર્ચા ભારત માટે વધુ મહત્વપૂર્ણ

આ બેંકની ચર્ચા ભારત માટે વધુ મહત્વપૂર્ણ છે કારણ કે તેના હેડક્વાર્ટરની સ્થાપના ચીન અને શાંઘાઇ અથવા ભારતની નવી દિલ્હીમાં કરવાની વાત ચાલી રહી છે. જો કે સાઉથ આફ્રિકાના જોહાંસબર્ગનું નામ પણ ચર્ચામાં છે. જો દિલ્હીમાં હેડક્વાર્ટર આવે છે, તો ભારતને વધુ ફાયદો મળી શકે છે.

સંબંધોમાં સુધારો

સંબંધોમાં સુધારો

આ વખતે બ્રિક્સ સંમેલનમાં બ્રાજીલ એટલે કે દક્ષિણ અમેરિકન દેશમાં આયોજિત થઇ રહી છે. ભારતના અમેરિકા તે ભાગની સાથે સંબંધ સારા નથી અને ત્યારબાદ આ સંબંધ સારા થઇ જશે.

સંગઠનની મજબૂતી

સંગઠનની મજબૂતી

સૂત્રોનું માનીએ તો આ વખતે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન તરીકે દરેક તે સંગઠનને મજબૂત કરવા માંગે છે જે આંતરરાષ્ટ્રીય માનચિત્ર પર ભારતની અહમિયતને પ્રોત્સાહન આપી શકે છે.

English summary
Indian Prime Minister Narendra Modi will try to seal BRICS bank deal in Brazil. Here are 5 reasons why BRICS can be good for India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X