For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 રાજ્યોને નવા રાજ્યપાલો મળ્યા, જાણો ક્યાં રાજ્યોમાં કોણ છે

કેન્દ્ર સરકારે 5 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. આમાં સૌથી ચોંકાવનારું નામ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આરીફ મોહમ્મદ ખાનનું છે

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે 5 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. આમાં સૌથી ચોંકાવનારું નામ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આરીફ મોહમ્મદ ખાનનું છે, જેમને કેરળના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કલરાજ મિશ્રાની નવી નિમણુંક રાજસ્થાનના રાજ્યપાલ તરીકે કરવામાં આવી છે.

5 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક

5 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક

રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે તેમાં રાજસ્થાનમાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કલરાજ મિશ્રા, મહારાષ્ટ્રમાં ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભગતસિંહ કોશ્યારી, હિમાચલ પ્રદેશમાં બંડારુ દત્તાત્રેય, કેરળમાં આરીફ મોહમ્મદ ખાન અને તેલંગાણામાં તમિલિસાંઈ સુંદરરાજનની નિમણુંક નવા રાજ્યપાલ તરીકે કરવામાં આવી છે. આ રીતે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે એક રાજ્યપાલની બદલી સહિત કુલ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. નોંધપાત્ર વાત એ છે કે રાજસ્થાનમાં કલરાજ સિંહની જગ્યાએ કલરાજ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે.

આરીફ મોહમ્મદ ખાને કેરળની કમાન

આ દરમિયાન, આરીફ મોહમ્મદ ખાને કેરળના નવા રાજ્યપાલ તરીકે નિમાયા હોવાનો ભારે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું છે કે, "આ સેવા કરવાની તક છે. મારું ભાગ્ય છે કે હું ભારત જેવા દેશમાં જન્મ્યો છું, જે વિવિધતાની દ્રષ્ટિએ એટલો વિશાળ અને સમૃદ્ધ છે." ભારતની સરહદ નક્કી કરનાર અને ભગવાનનો પોતાનો દેશ કહેવાતા ભારતના આ ભાગને સમજવાની મારા માટે ખૂબ જ ભાગ્યશાળી તક છે. "વિશેષ વાત એ છે કે આરિફ મોહમ્મદ ખાન એ જ વ્યક્તિ છે જેણે શાહબાનો કેસમાં રાજીવ ગાંધી સાથે મતભેદ હોવા છતાં રાજીનામું આપ્યું હતું અને તે ટ્રિપલ તલાકને હટાવવાની તરફેણમાં હતા. એટલું જ નહીં, તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા પર પણ બીજેપીનો સાથ આપ્યો હતો. "પી. સથાશિવમની જગ્યાએ તેમને કેરળના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિશેષ વાત એ છે કે ભાજપ કેરળમાં તેની જમીન તૈયાર કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ ભાજપ અત્યાર સુધી એલડીએફ અને યુડીએફની સામે સફળ રહી નથી. ત્યાં ખ્રિસ્તી અને મુસ્લિમ વસ્તીની બહુમતી જોતાં એવું માનવામાં આવે છે કે આરિફ મોહમ્મદ ખાનની નિમણૂક ભાજપ અને સંઘ પરિવારની મોટી વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે છે.

હિમાચલ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં નવા રાજ્યપાલો

હિમાચલ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં નવા રાજ્યપાલો

હિમાચલમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બંડારુ દત્તાત્રેય કલરાજસિંહની જગ્યા લેશે. દત્તાત્રેયે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવા અંગે કહ્યું હતું કે 'હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ ગૃહ પ્રધાન અમિત શાહનો આભારી છું. તેમણે મને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકેની આ જવાબદારી સોંપી છે અને હું બંધારણ મુજબ કામ કરીશ. ભગતસિંહ કોશ્યારી મહારાષ્ટ્રના હાલના રાજ્યપાલ વિદ્યાસાગર રાવની જગ્યા લેશે. કોશ્યારી ન માત્ર ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રહ્યા છે, પરંતુ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પણ મોટો ચહેરો છે. તેલંગાણાના નવા રાજ્યપાલ ડૉ. તમિલિસાંઈ સુંદરરાજન ઇએસએલ નરસિમ્હનની જગ્યા લેશે. તમને જણાવી દઇએ કે તમિલિસાઈ સુંદરરાજન તમિલનાડુમાં ભાજપના અધ્યક્ષ હતા અને તે વ્યવસાયે એક ડોક્ટર પણ રહી ચૂક્યા છે. આ તમામ રાજ્યપાલોની નિમણૂક તે દિવસથી માનવામાં આવશે જયારે તેઓ તેમના પદભાર ગ્રહણ કરશે.

આ પણ વાંચો: ગગડતી અર્થવ્યવસ્થા પર મનમોહન સિંહએ મોદી સરકાર પર પ્રહાર કર્યો

English summary
5 states got new governor, Arif Mohammed Khan will be governor of Kerala
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X