For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણેશજીના જન્મદિવસે 50 લાખ રૂપિયાનો પ્રસાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઇન્દોર, 9 સપ્ટેમ્બર: સોમવાર એટલે આજે ગણેશ ચતુર્થી છે અને શહેરના સૌથી મોટા મંદિરમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. ગણપતિજી માટે વિશેષ રૂપમાં બનાવેલું ચાંદીના સિંહાસન તૈયાર થઇ ગયું છે. ગણેશ ચતુર્થીના દિવસે સિંહાસન પર ગણેશજીને બિરાજમાન કરવામાં આવશે. આ પર્વને ધ્યાનમાં રાખતાં મંદિરને ભવ્ય રીતે શણગારમાં આવ્યું છે. સમગ્ર મંદિર પરિસરમાં આકર્ષક લાઇટિંગ તથા મંદિરમાં યોજાનારાના 10 દિવસીય ઉત્સવને જોતાં શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ મંદિરમાં વધારે 16 સીસી ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

આ પ્રમાણે મંદિર પરિસરમાં આવનાર દરેક વ્યક્તિઓ પર નજર રાખવા માટે કુલ 32 સીસી ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મંદિરમાં વધારાની એક દાનપેટી રાખવામાં આવી હતી જેમાંથી 8 લાખ રૂપિયા નિકળ્યા હતા, જેમાં વિદેશી મુદ્રા તથા ચાંદીના સિક્કાનો સમાવેશ થાય છે. મંદિરની 22 દાનપેટીઓની ગણતરી કામ સમાપ્ત થઇ ગયું છે જેમાં રોકડા 50 લાખ નિકળ્યા હતા. મંદિર સમિતિના મેનેજર એમ કે કુશવાહે જણાવ્યું હતું કે ગણેશ ચતુર્થીના તહેવારની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલુ છે. મંદિરમાં આકર્ષક લાઇટિંગ તથા અન્ય વ્યવસ્થાઓની સાથે શણગાર કરવામાં આવ્યો છે.

khajrana

ગણેપતિજી માટે 300 કિલ્લોનું ચાંદીનું સિંહાસન તૈયાર કરવામાં આવ્યું છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીને આ સિંહાસન પર બિરાજમાન કરવામાં આવશે. ગત એક મહિનાથી ચાંદીના આસનનું નિર્માણ થઇ રહ્યું હતું. કારીગરોએ સિંહાસને અંતિમ રૂપ આપી દિધું છે.

ઇન્દોરના પ્રસિદ્ધ હેન્ડ આર્ટ કલાકાર મહેશ શર્મા અને તેમના પુત્ર દિપેન શર્માની પ્રતિમાએ ઇન્દોરના પ્રસિદ્ધ ખજરાના ગણેશ મંદિરમાં ચાંદીના સિંહાસન સહિત ચાંદીના અન્ય નકશી કામથી ભક્તોને પ્રશંસા કરવા માટે મજબૂર કરી દિધા છે. લગભગ ત્રણ મહિનાથી ખજરાના ગણેશ મંદિરમાં ચાંદીનું નકશી કામ સહિત ભગવાન ગણેશના દરબારને શણગારવાનું કામ ચાલી રહ્યું હતું.

દાન પેટીઓમાંથી નિકળેલા 50 લાખ રૂપિયા આ સંબંધમાં ખજરાના ગણેશ મંદિર મેનેજમેન્ટ સમિતિના સંચાલક મનીષ સિંહે જણાવ્યું હતું કે મંદિરમાં કુલ 22 દાન પેટીઓ છે અને ગત થોડા દિવસોથી દાનપેટીઓની ગણતરી ચાલુ હતી. શનિવારે દાનપેટીઓનું કામ પૂર્ણ થઇ ગયું હતું. આ 22 દાનપેટીઓથી કુલ 50 લાખ 4 હજાર રૂપિયા રોકડા નિકળ્યા છે. આ રકમ બેંકમાં ગણેશજીના ખાતામાં જમા કરાવવામાં આવી છે.

English summary
50 lakh cost prasad offers on Ganesha Chaturthi at Khajrana Mandir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X