For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Social Media : “મોદીજીએ ચા પીવડાવ્યા વિના દેશની રાતે જગાડી દીધો”

સોશ્યલ મીડિયા પર લોકોએ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થવા મામલે કેવી કેવી રમૂજી અને રસપ્રદ પ્રતિક્રિયા આપી વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

મંગળવાર અડધી રાતથી 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે અધિકૃત જાહેરાત કરતા અચાનક જ લોકો ટ્વિટર, વોટ્સઅપ અને ફેસબુક પર જાણે કે તૂટી પડ્યા. ખરેખરમાં હંગામો થઇ ગયો. લોકોના અલગ અલગ પ્રતિભાવો અને પ્રતિક્રિયાઓથી અચાનક જ સોશ્યલ મીડિયા ઉભરાઇ ગયું.

જ્યાં લોકો હજી પણ આ વાતને લઇને સ્તબ્ધ છે ત્યાં કેટલીક રમૂજી ટિપ્પણીઓ તમારું મન જરૂરથી જીતી લેશે. તો કોણે સોશ્યલ મીડિયા પર શું લખ્યું જાણો અહીં....

વોટ્સઅપ પર ફરતા થયા જોક્સ

વોટ્સઅપ પર ફરતા થયા જોક્સ

વોટ્સઅપ પર અમેરિકાની ચૂંટણીઓને ધ્યાનમાં લઇને એક જોક્સ ફરતો થયો છે જે આ મુજબ છે...

અમેરિકામાં બાબો આવે કે બેબી તેનું લેબર પેન ચાલુ છે અને મોદીએ ભારતનું સીઝેરીયન કરી નાંખ્યું!!!

અન્ય એક જોક્સ

અન્ય એક જોક્સ

આજે મારી પાસે બંગલો છે, ગાડી છે, બેંક બેલેન્સ છે તારી પાસે શું છે

હું: મારી પાસે 100-100ની નોટ છે!!!

મોદીએ વગર ચાએ દેશને જગાડ્યો

એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014ની ચૂંટણી વખતે પોતાની જે ચા વાળાની ઇમેજ રજૂ કરી હતી. તેને પણ આજે ફરી એક વાર યાદ કંઇક આ અંદાજમાં કરવામાં આવી. આ ટ્વિટ દ્વારા...

રમૂજી ટ્વિટ

તો આ પ્રસંગે આરબીઆઇના ગર્વનર અને વડાપ્રધાનને કંઇક આ અંદાજમાં યાદ કરવામાં આવ્યા

સંધરેલો સાપ વાળી કહેવત

જો કે આપણે ત્યાં નાનપણથી જ સીખવાડવામાં આવે છે કે વપરાશ કરતા સંધરતા શીખવું જોઇએ. પણ હવે લાગે છે કે આ તમામ કહેવતો પણ ખોટી પડશે!

ગરીબ હોવાની ખુશી

જો કે આજે જો કોઇ ભારતભરમાં દુખી હશે તો તે છે કાણાં નાણાં વાળા લોકો. અને જો કોઇ સુખી હશે તો તે છે ગરીબ લોકો.

મોદીજીની હાય હાય અને જય જય કાર બન્ને

જો કે મીડિયામાં પીએમ મોદીની જાહેરાત બાદ બે અલગ અલગ રીતની પ્રતિક્રિયાઓ આવી રહી છે કોઇ તેમના વખાણ કરી રહ્યું છે તો કોઇ તેમના નામની હાય હાય પોકારી રહ્યું છે!

English summary
Rs 500 and Rs 1000 notes banned how reacts social media on this decision.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X