For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન નિકાસમાં 54 ટકાનો વધારો!

આ વર્ષે એપ્રિલથી ઑક્ટોબર દરમિયાન ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, એપ્રિલ-ઓક્ટોબર 2021માં ભારતની વેપારી નિકાસ 232.58 બિલિયન યુએસ ડોલર છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 નવેમ્બર : આ વર્ષે એપ્રિલથી ઑક્ટોબર દરમિયાન ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, એપ્રિલ-ઓક્ટોબર 2021માં ભારતની વેપારી નિકાસ 232.58 બિલિયન યુએસ ડોલર છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં એટલે કે એપ્રિલ-ઓક્ટોબર 2020માં તે 150.53 બિલિયન ડોલર હતી. આ સ્થિતિમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દેશની વેપારી નિકાસમાં 54.51 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ 2019 માં એપ્રિલ-ઓક્ટોબર વચ્ચે 185.4 અબજ ડોલરની નિકાસ થઈ હતી. આ સ્થિતિમાં આ વર્ષ 2019ની સરખામણીમાં લગભગ નિકાસ 25 ટકા વધુ છે.

exports

કેન્દ્રીય કાપડ મંત્રાલયે પણ ગયા અઠવાડિયે દેશની હેન્ડીક્રાફ્ટ નિકાસ વિશે માહિતી આપી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં એટલે કે એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન હસ્તકલા નિકાસમાં 60 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન હેન્ડીક્રાફ્ટની નિકાસ 15,995.73 કરોડ રહી હતી. ગયા વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના સમયની સરખામણી કરીએ તો તે ગયા વર્ષની સરખામણીમાં 60.34 ટકા વધુ છે.

ઉલ્લેખનિય છે કે, કોરોના સમયગાળા દરમિયાન ભારત સહિત દુનિયાભરથી અર્થવ્યવસ્થા પર મોટી અસર થઈ હતી. મોટા ભાગના દેશોની અર્થવ્યવસ્થા રેકોર્ડ સ્તર સુધી ઠપ્પ થઈ હતી. આ તમામ બાબતોથી ભારતમાં પણ મંદીની સ્થિતી જોવા મળી હતી. ત્યારે હવે કોરોના કાબૂમાં આવતા દુનિયાભરથી અર્થવ્યવસ્થા પાટા પર ચડી રહી છે. આ તમામ આંકડા દર્શાવે છે કે હવે ભારતની અર્થવ્યવસ્થા પણ ધીરે ધીરે પાટે ચડી રહી છે.

English summary
54% increase in exports during April-October!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X