શ્રીનગરના સેના કેમ્પમાં ધડાકો, 6 જવાનોના મોત

ધડાકામાં ઇજાગ્રસ્ત છ સૈન્યકર્મીઓને તુંરત સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. કેમ્પના સંબંધિત અધિકારીઓએ ધડાકા અંગે જણાવ્યું કે શિબિરમાં જવાનોની એટ ટૂકડી પોતાના હથિયારોની નિયમિત સફાઇ કરી રહ્યાં હતા કે અચાનક 36 એચઇ કેલિબરનો એક બોમ્બ ફૂટ્યો હતો.
બોમ્બનો ધડાકો એટલો શક્તિશાલી હતો કે ઘટનાસ્થળ પર જ છ જવાનોના મોત નીપજ્યા હતા. ઇજાગ્રસ્ત જવાનોમાં ત્રણની હાલત ગંભીર છે અને તેમને સારવાર અર્થે બાદામી બાગ સ્થિત સેના બેઝ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે.












Click it and Unblock the Notifications
