• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જિનપિંગની ભારત મુલાકાત વખતે ચીની સૈનિક ઘૂસ્યા હતા ભારતમાં, જાણો કેવી ઉકેલાયુ હતુ સંકટ

|
Google Oneindia Gujarati News

ભારત અને ચીન વચ્ચે લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી)ચાલી રહેલ તણાવને એક મહિનો થઈ ચૂક્યો છે. આજે બંને દેશોના લેફ્ટનન્ટ જનરલ મુદ્દાને ઉકેલવા માટે લદ્દાખના ચુશુલમાં મુલાકાત કરી રહ્યા છે. છ વર્ષ પહેલા પણ લદ્દાખમાં આવી જ સ્થિતિ થઈ હતી. એ વખતે એક તરફ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પહેલી ભારત યાત્રા પર આવ્યા હતા તો લદ્દાખમાં ભારતીય અને ચીની જવાન પરસ્પર ભિડાઈ રહ્યા હતા. જાણો કેવી રીતે ભારતે એ વખતે આ ટકરાવને ખતમ કરવામાં સફળતા મેળવી હતી.

નાટકીય ઢબે બની આખી ઘટના

નાટકીય ઢબે બની આખી ઘટના

સપ્ટેમ્બર 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળને લગભગ પાંચ મહિના પૂરા થઈ ચૂક્યા હતા. એ વખતે ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ પહેલી ભારત યાત્રાએ અમદાવાદ પહોંચ્યા હતા. બંને નેતા સાબરમતી રિવરફ્રંટ પર હતા ત્યારે હજારો મીલ દૂર ચીનની રાજધાની બેઈજિંગમાં કૂટનીતિક સ્તરે પ્રયાસ ચાલી રહ્યા હતા કે લદ્દાખમાં ચાલી રહેલ ટકરાવને ખતમ કરી શકાય. ખૂબ નાટકીય ઢબે સામે આવેલા આ ઘટનાક્રમમાં હજારો સૈનિક લદ્દાખના ચુમાર ક્ષેત્રમાં દાખલ થઈ ગયા હતા. આ જગ્યા લદ્દાખના દક્ષિણમાં છે તિબેટની પાસે છે.

લદ્દાખના ચુમારમાં હતી ઘૂસણખોરી

લદ્દાખના ચુમારમાં હતી ઘૂસણખોરી

લદ્દાખના ચુમાર પણ પર્વતીય વિસ્તાર છે. 16,000 થી 18,000 ફૂટની ઉંચાઈએ સ્થિત આ જગ્યા પર તાપમાન બહુ ઓછુ રહે છે અને બર્ફીલી હવાઓ સ્થિતિને વધુ દુષ્કર બનાવી દે છે. આ વિસ્તારનો આ ભાગ છે જ્યાં એલએસી સુધી રસ્તાનુ નિર્માણ થયુ છ. આ ઉપરાતં અહીં એક મોટુ નાળુ પણ છે અને આ એક વળાંક પર સ્થિત છે. પરંતુત્યાં વળાંક એટલો ખતરનાક છે કે ચીની સૈનિક એલએસી ક્રોસ કરીને પોતાના વાહનોથી ભારતીય વિસ્તારમાં દાખલ થઈ શકતા નથી.

LACમાં દાખલ ચીની સૈનિક

LACમાં દાખલ ચીની સૈનિક

ચીની સૈનિક પોતાની ગાડીઓથી આ નાળા સુધી આવે છે જે નક્શામાં 30R તરીકે ચિહ્નિત છે. અહીંથી તે પેટ્રોલિંગ માટે અથવા ઘોડાનો ઉપયોગ કરે છે અથવા પગપાળા આવે છે. ઘણીવાર ભારતીય જવાન તેમને પેટ્રોલિંગ દરમયિાન તેમની સીમા સુધી અટકવાની ચેતવણી આપે છે અને આના કારણે બળજબરી તેમને બેનર ડ્રીલ બાદ પાછા જવુ પડે છે. આ વિસ્તારમાં એ વર્ષે આના કારણે ચીની અતિક્રમણ થયુ હતુ. એ વખતે નૉર્ધન આર્મી કમાંડર રહેલા લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) ડીએસ હુડ્ડાએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં કહ્યુ કે ભારત તરફથી જે મેપ્સ છે તેમાં એલએસીને સ્પષ્ટ રીતે ચિહ્નિત કરવામાં આવ્યા છે. માત્ર એટલુ જ નહિ ચીન તરફથી પણ અમુક ભાગોમાં બિંદુઓ તરીકે રેખાને ચિહ્નિત કરવામાં આવી છે.

ભારતીય સીમામાં રસ્તાનુ નિર્માણ

ભારતીય સીમામાં રસ્તાનુ નિર્માણ

તણાવ વધતો ગયો અને આ દરમિયાન ચીની સૈનિક પોતાની સાથે નિર્માણ કાર્યો માટે અમુક જરૂરી ઉપકરણ પણ લઈ આવ્યા. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં 30Rના વિસ્તારમાં રસ્તો બનાવવી માટે તે ખોદકામ કરવા લાગ્યા. એ દરમિયાન ભારતની કંપનીના કમાન્ડરે આનો વિરોધ કર્યો અને બળપૂર્વક ચીની જવાનોને રોકવાની કોશિશ કરી. અહીંથી સંકટ વધતુ ગયુ. ચીની જવાન ચુમારના પશ્ચિમમાં મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા અને ત્યાં સુધી ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ ભારત પહોંચી ચૂક્યા હતા. ટકરાવ એલએસી પર લગભગ 10 કિલોમીટર સુધી ફેલાઈ ચૂક્યો હતો. આ દરમિયાન ભારતીય સેનાએ નિર્ણય કર્યો કે અહીં એક લદ્દાખ ડિવિઝનની એક આરક્ષિત બ્રિગેડને તૈનાત કરવામાં આવશે. આ બ્રિગેડને સામાન્ય રીતે ગરમીઓમાં થતી એક્સરસાઈઝ માટે રાખવામાં આવે છે. આમાં ચુમારમાં ચીની જવાનોને ઝડપથી રોકવામાં મદદ મળતી.

બે સપ્તાહ બાદ ઉકેલાયુ સંકટ

બે સપ્તાહ બાદ ઉકેલાયુ સંકટ

બેઈજિંગમાં રાજનાયિક સ્તરે ચર્ચા ચાલુ હતી અને તત્કાલીન ભારતીય રાજદૂત અશોક કાંઠા વાતચીતની આગેવાની કરી રહ્યા હતા. તે સતત ચીની પક્ષને જોર આપી રહ્યા હતા કે વિસ્તારમાં યથાસ્થિતિને ચાલુ રાખવામાં આવે. ત્યારબાદ ચીની અધિકારી એ વાત પર રાજી થયા કે 30R પર થનાર રસ્તાના નિર્માણ કાર્યને બંધ કરવામાં આવશે. સ્થાનિક કમાંડર્સ પણ આ વાત પર સંમત થયા કે બંને પક્ષો તરફથી અમુક સપ્તાહ સુધી પેટ્રોલિંગ નહિ થાય ત્યારબાદ આગલા બે સપ્તાહની અંદર બંને દેશોની સેનાઓ પાછી જતી રહી અને લગભગ બે વર્ષ બાદ ચુમારમાં ભારત-ચીનની સેનાઓએ ફરીથી પેટ્રોલિંગ શરૂ કર્યુ.

દિલ્લીમાં ED કાર્યાલયમાં કોરોનાના 5 પૉઝિટીવ કેસ સામે આવતા હેડક્વાર્ટર સીલ કરાયુદિલ્લીમાં ED કાર્યાલયમાં કોરોનાના 5 પૉઝિટીવ કેસ સામે આવતા હેડક્વાર્ટર સીલ કરાયુ

English summary
6 years ago Jinping visited India, How a face off in Ladakh ended after discussion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X