For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢના દાંતેવાડામાં 7 નક્સલી ઠાર, એન્કાઉન્ટર ચાલુ

છત્તીસગઢના દાંતેવાડામાં એક સાથે 7 નક્સલી ઠાર મારવામાં આવ્યા છે. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને એસટીએફ ટીમ ઘ્વારા ભેગા મળીને કરવામાં આવેલા ઓપરેશનમાં આ નક્સલીઓને મારવામાં આવ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

છત્તીસગઢના દાંતેવાડામાં એક સાથે 7 નક્સલી ઠાર મારવામાં આવ્યા છે. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને એસટીએફ ટીમ ઘ્વારા ભેગા મળીને કરવામાં આવેલા ઓપરેશનમાં આ નક્સલીઓને મારવામાં આવ્યા છે. બધા જ નક્સલીઓની લાશ મેળવી લેવામાં આવી છે. મરનારમાં ત્રણ મહિલાઓ પણ શામિલ છે. આ બધા જ લોકોની લાશો આજે સવારે દાંતેવાડા-બિજાપુર સીમા નજીક તિમેનાર જંગલમાં મેળવવામાં આવી છે. આ લોકો પાસેથી 2 ઇન્સેન્સ રાઇફલ, બે 303 રાઇફલ અને એક 12 બોરની રાઇફલ મળી આવી છે. નક્સલીઓ સાથે હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.

naxal

જાણકારી અનુસાર આ એન્કાઉન્ટર આજે સવારે શરુ થયું છે. પ્રદેશના ડીઆઈજી એન્ટી નક્સલ ઓપરેશન સુંદરરાજ પી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડીઆઈજી અને એસટીએફ ટીમ આ ઓપરેશનમાં જોડાયેલી છે. તેમને આ વાતની જાણકારી મળી હતી કે કેટલાક નક્સલીઓ જંગલમાં સંતાયા છે ત્યારપછી નક્સલીઓની ઘેરાબંધી કરવામાં આવી. પોલીસ ઘ્વારા જણાવ્યા અનુસાર સુરક્ષાબળો ઘ્વારા જયારે ઘેરાબંધી કરવામાં આવી ત્યારે નક્સલીઓ તરફથી ફાયરિંગ ચાલુ કરી દેવામાં આવી. ઘટનાસ્થળ પાસેથી ભારે સંખ્યામાં હથિયાર પણ મેળવવામાં આવ્યા.

રાજનંદગામ એસએસપી વાયપી સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે મહિલા નક્સલી મારવામાં આવી છે તેનું નામ ઝરીના છે. તેની ઉપર 5 લાખ રૂપિયાનું ઇનામ પણ હતું. ઓધી વિસ્તારમાં અમને નક્સલીઓની ગતિવિધિ વિશે માહિતી મળી હતી ત્યારપછી અમે તેમને પકડવા માટે ઘેરાબંધી કરી દીધી. પરંતુ જયારે નક્સલીઓને ઘેરાબંધીનો આભાસ થયો તેમને તરત ફાયરિંગ ચાલુ કરી દીધી.

English summary
7 dead bodies of naxals recovered in Chattisgarh Dantewada encounter underway
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X