રાજા ભૈયાના સુરક્ષા ગાર્ડ સહિત સાતની ધરપકડ

સૂત્રોએ કહ્યું કે, ટોળાની આગેવાની કથિત રીતે ભુલ્લે પાલે કરી હતી. જે પ્રદેશના તત્કાલિન મંત્રી રાજા ભૈયાના સુરક્ષા ગાર્ડ છે. હકની પત્નીએ પોતાની પ્રાથમિકીમાં મુખ્ય આરોપી તરીકે રાજા ભૈયા પર શંકા વ્યક્ત કરી હતી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ડીએસપીની હત્યાના મામલે 13 એપ્રિલે ચાર લોકોની પહેલાં જ ધરપકડ કરવામાં આવી છે. જેમાં નન્હા યાદવના પુત્ર, બે ભાઇ અને ઘરનો નોકર સામેલ છે. અત્યારસુધી આ મામલે 11 લોકોની ધરપકડ કરાઇ ચૂકી છે.
તેમણે કહ્યું કે, આજે ધરપકડ કરવામાં આવેલા લોકોમાં છોટેલાલ યાદવ, ઘનશ્યામ સરોજ, રામલખન ગૌતમ, રામાશ્રય, શિવરામ પાસી, મુન્ના પટેલ અને ભુલ્લે પાલ છે. છોટે, સરોજ, ગૌતમ અને રામાશ્રય ગ્રામ પ્રધાન નન્હે યાદવના સહયોગી હતા. ડીએસપીની હત્યાના અમુક કલાક પહેલા જ નન્હે યાદવની હત્યા કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
