ગોલ્ડન ગર્લ પીવી સિંધુ સાથે લગ્ન કરવા ઈચ્છે છે આ 70 વર્ષના વૃદ્ધ કહ્યુ, ‘કિડનેપ કરી લઈશ'

તમિલનાડુમાં એકતરફી પ્રેમનો એક અજબ ગજબ મામલો સામે આવ્યો છે. અહીં એક 70 વર્ષના વૃદ્ધનુ દિલ એક 24 વર્ષની છોકરી પર આવી ગયુ છે

તમિલનાડુમાં એકતરફી પ્રેમનો એક અજબ ગજબ મામલો સામે આવ્યો છે. અહીં એક 70 વર્ષના વૃદ્ધનુ દિલ એક 24 વર્ષની છોકરી પર આવી ગયુ છે અને તે વૃદ્ધ એટલી હદે એ છોકરીના પ્રેમમાં પાગલ છે કે તેણે કલેક્ટ્રેટ કાર્યાલયમાં તે છોકરી સાથે લગ્ન કરવાની અરજી આપી છે અને કહ્યુ છે કે જો તેમના લગ્ન એ છોકરી સાથે ન થયા તો તે એ છોકરીને કિડનેપ કરી લેશે.

પીવી સિંધુ સાથે લગ્ન કરવા ઈચ્છે છે 70 વર્ષના વૃદ્ધ

પીવી સિંધુ સાથે લગ્ન કરવા ઈચ્છે છે 70 વર્ષના વૃદ્ધ

સૌથી ગંભીર વાત એ છે કે આ જનાબ જે છોકરીની વાત કરી રહ્યા છે તે કોઈ સામાન્ય છોકરી નથી પરંતુ ભારતની ગોલ્ડન ગર્લ પીવી સિંધુ છે, આ વૃદ્ધનુ નામ મલયસામી છે કે જે કલેક્ટ્રેટ કાર્યાલયમાં પોતાની અરજી લઈને પહોંચ્યા હતા, મલયસામીએ બેડમિન્ટનની સુવર્ણ પદક વિજેતા પીવી સિંધુ અને પોતાના ફોટા સાથે એક આવેદન આપ્યુ છે. આ આવેદનમાં કહેવામાં આવ્યુ છે કે તેની રુચિ પીવી સિંધુ સાથે લગ્ન કરવાની છે, જો કલેક્ટ્રેટ કાર્યાલયે આના માટે જરૂરી વ્યવસ્થા ન કરી તો તે પીવી સિંધુનુ અપહરણ કરી લેશે.

સિંધુની રમતથી ઘણા પ્રભાવિત છે મલયસામી

સિંધુની રમતથી ઘણા પ્રભાવિત છે મલયસામી

મલયસામીએ પણ કહ્યુ કે જ્યારે તે માત્ર 16 વર્ષની હતી ત્યારથી તે સિંધુ પર મોહિત છે. વૃદ્ધે કહ્યુ કે તે સિંધિના કરિયરથી ખૂબ પ્રભાવિત છે અને હવે તે તેને પોતાની જીવનસાથી બનાવવા ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે મલયસામીએ પોતાની અરજીમાં પોતાની જન્મતારીખ 4 એપ્રિલ 2004 બતાવી છે. મલયસામી તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના રહેવાસી છે. તેમની અરજી જોઈને જિલ્લાધિકારી અને પદાધિકારીઓ સહિત ત્યાં હાજર તમામ લોકો એકદમથી અચરજમાં પડી ગયા.

વિશ્વ ચેમ્પિયન છે પીવી સિંધુ

વિશ્વ ચેમ્પિયન છે પીવી સિંધુ

ઉલ્લેખનીય છે કે પીવી સિંધુ મોટી ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. હાલમાં જ સિંધુ જાપાનની નાઓમી ઓકુહારાને હરાવીને વિશ્વ ચેમ્પિયન બની છે. આ ખિતાબ મેળવનારી તે પહેલી ભારતીય મહિલા બેડમિન્ટન પ્લેયર છે એટલા માટે તેને ગોલ્ડન ગર્લ કહેવામાં આવે છે. સિંધુના નામે ઓલિમ્પિક કાંસ્ય પદક પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X