For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૌત્રીઓ સાથે રેપ કરતો હતો 70 વર્ષનો બુઢ્ઢો, આપતો બંદૂકથી મારી નાખવાની ધમકી

ઉત્તર પ્રદેશના પીલીભીંત જિલ્લામાં એક 70 વર્ષના વૃદ્ધ સામે બે સગીર કિશોરીઓએ બળાત્કાર કરવાની ફરિયાદ નોંધાવી છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના પીલીભીંત જિલ્લામાં એક 70 વર્ષના વૃદ્ધ સામે બે સગીર કિશોરીઓએ બળાત્કાર કરવાની ફરિયાદ નોંધાવી છે. કિશારીઓના પિતાએ પોલિસ સ્ટેશનમાં જણાવ્યુ કે વૃદ્ધ દ્વારા પૌત્રીઓને મારવાની ધમકી આપવામાં આવતી હતી. તે પોતાના નજીકના સગાઓ દ્વારા લાયસન્સવાળી બંદૂકથી ડરાવતો હતો. તેણે ઘણી વાર દુષ્કર્મ કર્યુ હતુ. કિશોરીઓએ ડરના કારણે માતાપિતાને જણાવ્યુ નહોતુ. ખુલાસો ત્યારે થયો જ્યારે કિશોરીઓની એક સહેલીએ દિલ્લીથી પીલીભીત આવી કિશોરીની માને આના વિશે જણાવ્યુ. ત્યારબાદ દિલ્લીમાં પીડિતાના પિતાએ પોતાના પિતા અને અન્ય એક સંબંધી સામે કેસ ફાઈલ કરાવ્યો. બાદમાં દિલ્લી પોલિસે પીલીભીતમાં કેસ ટ્રાન્સફર કરી દીધો.

70 વર્ષના બુઢ્ઢા પર પૌત્રીઓને બંધક બનાવીને દુષ્કર્મ કરવાનો આરોપ

70 વર્ષના બુઢ્ઢા પર પૌત્રીઓને બંધક બનાવીને દુષ્કર્મ કરવાનો આરોપ

માહિતી અનુસાર કિશોરીઓના પિતા સાઉથ દિલ્લાં રહે ચે. વિગત 27 સપ્ટેમ્બરના રોજ તેણે વૃદ્ધ સામે ફરિયાદ કરી હતી. તેણે કહ્યુ કે તે મૂળ રીતે પીલીભીત જિલ્લાના રહેવાસી છે. જ્યાં હાલમાં તેમના પિતા રહે છે. ચાર વર્ષ પહેલા જ્યારે માની તબિયત ખરાબ થઈ તો ફોન કરીને પોતાની દીકરીને દેખરેખ માટે પીલીભીત બોલાવી. મે મારી દીકરીને પીલીભીત મોકલી દીધી. પરંતુ ત્યાં તેના દાદા (એટલે કે મારા પપ્પા) તેની સાથે દુષ્કર્મ કરવા લાગ્યા. ઘણા મહિનાઓ સુધી હવસનો શિકાર બનાવી. ત્યારબાદ પોતે જ પૌત્રીઓના લગ્ન કરાવવા માટે બળજબરીથી સગાઈ કરાવી દીધી. પરંતુ આ વાત મને જણાવી નહિ. જ્યારે લગ્નનો સમય આવ્યો ત્યારે જણાવી.

પહેલી પૌત્રીના લગ્ન કરાવી દીધા, પછી બીજીને બોલાવી લીધી

પહેલી પૌત્રીના લગ્ન કરાવી દીધા, પછી બીજીને બોલાવી લીધી

હું અને મારી પત્ની પોતાની દીકરીના લગ્ન કરાવીને પાછા જતા રહ્યા. એ દીકરીના લગ્ન થયા બાદ તેના દાદાએ બીજી દીકરીને પણ પીલીભીત બોલાવી લીધી. અમને ત્યારે પણ તેમના પર શંકા ન ગઈ. તે બીજી દીકરી સાથે પણ દુષ્કર્મ કરવાલાગ્યા. દાદીની તબિયત ખરાબ હોવાના કારણે દાદા તેમને ઉંઘની ગોળીઓ ખવડાવી દેતા હતા. એક દિવસ કિશોરીની દાદીનુ નિધન થઈ ગયુ. હું અને મારી પત્ની ફરીથી પીલીભીત ગયા. ત્યારે ત્યાં મારી નાની દીકરીની એક સહેલીએ મારી પત્નીને આ માહિતી આપી. તેણે મારી દીકરીના દાદાની કરતૂત મારી પત્નીને જણાવી. જ્યારે અમે વાત કરી તે લાયસન્સવાળી બંદૂકથી મારી નાખવાની ધમકી આપી.

આ પણ વાંચોઃ પર્યટન માટે ખોલવામાં આવ્યો સિયાચિન બેઝ કેમ્પ, રાજનાથ સિંહે કર્યુ એલાનઆ પણ વાંચોઃ પર્યટન માટે ખોલવામાં આવ્યો સિયાચિન બેઝ કેમ્પ, રાજનાથ સિંહે કર્યુ એલાન

પીલીભીત ટ્રાન્સફર થયો કેસ

પીલીભીત ટ્રાન્સફર થયો કેસ

કિશોરીઓના પિતાએ આગળ જણાવ્યુકે કિશોરીઓના દાદાની ધમકીઓ સાંભળીને તે પીલીભીતથીદિલ્લી પાછા આવી ગયા. પછી દિલ્લીમાં પોલિસ ફરિયાદ કરી. ઘટના સ્થળ પીલીભીતથી સંબંધિત હતુ એટલા માટે સાઉથ દિલ્લીથી ડીસીપી ડૉ. ગીતાંજલિ ખંડલવાલે એસપી પીલીભીતને પત્ર મોકલીને દિલ્લીમાં નોંધાયેલ એફઆઈઆર પીલીભીત ટ્રાન્સફર કરાવવા માટે કહ્યુ. ત્યારબાદ પીલીભીતના એસપી અભિષેક દીક્ષિતના આદેશ પર આરોપી દાદા તેમજ એક અન્ય સંબંધી સામે બળાત્કાર, બંધક બનાવવા અને પૉક્સો એક્ટ હેઠળની કલમોમાં કેસ નોંધવામાં આવ્યો.

English summary
70-years-old man physical assault his minor granddaughters at pilibhit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X