For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્સર પીડિત વૃદ્ધે મિસાલ કાયમ કરી, કેરળના પૂરગ્રસ્તોને આપી આર્થિક સહાય

ભૂતકાળમાં કેરળમાં આવેલા પૂરથી રાજ્યને ભારે નુકસાન થયું છે. સદીના સૌથી ભયાનક પૂરના કારણે 300 થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને લાખો લોકો બેઘર થયા છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ભૂતકાળમાં કેરળમાં આવેલા પૂરથી રાજ્યને ભારે નુકસાન થયું છે. સદીના સૌથી ભયાનક પૂરના કારણે 300 થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને લાખો લોકો બેઘર થયા છે. એટલું જ નહીં આ આપત્તીનો સામનો કરવા માટે માત્ર દેશ નહિ, પરંતુ વિશ્વભરના લોકો કેરળ પૂર પીડિતોની મદદ કરવા માટે આગળ આવી એક મિસાલ કાયમ કરી છે. ગુજરાતના ખીમજી પ્રજાપતિએ પણ માનવતાની એક મિસાલ કાયમ કરી છે. કેન્સર જેવા ખતરનાક રોગથી પીડાતા ખીમજી પ્રજાપતિ ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવે છે. ભીખ માંગી એકત્રિત કરેલા નાણાં તેમણે કેરળ પૂરના ભોગ બનેલા લોકો માટે દાનમાં આપ્યા છે.

ભીખ માંગી એકત્રિત કરેલા નાણાં કર્યા દાન

ભીખ માંગી એકત્રિત કરેલા નાણાં કર્યા દાન

ગુજરાતના મહેસાણામાં ભીખ માંગી ગુજરાન ચલાવતા 71 વર્ષીય ખીમજી પ્રજાપતિએ પોતાની સંપૂર્ણ જમા ડિપોઝિટ કેરળ પૂરમાં ભોગ બનેલા લોકોની મદદ માટે દાનમાં આપી દીધી. તેમને ભીખ માંગી એકત્રિત કરેલા 5000 રૂપિયા ચીફ મિનિસ્ટર ડિસ્ટ્રેસ રિલીફ ફંડમાં આપ્યા. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને પ્રજાપતિએ જણાવ્યું હતું કે, 'હું કેરળમાં આવેલા પૂરના સમાચાર સાંભળીને ખૂબ દુ: ખી હતો. જરૂરિયાતમંદોની મદદ કરવામાં જે ખુશી મળે છે, તેવી ખુશી અન્ય કોઈ વસ્તુથી નથી મળતી.' પ્રજાપતિ ખુશ છે કે ગુજરાત સરકારે કેરળના પૂરગ્રસ્તોને 10 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

કલેક્ટરને આપ્યા પાંચ હજાર રૂપિયા કેશ

કલેક્ટરને આપ્યા પાંચ હજાર રૂપિયા કેશ

પ્રજાપતિ પોતે કેન્સરથી પીડાઈ રહ્યા છે, પરંતુ આ રૂપિયાથી પોતાની સારવાર કરાવવાને બદલે પીડિતોની મદદ માટે દાનમાં આપી દીધા. મહેસાણાના કલેક્ટર હર્ષદ વોરાએ કહ્યું કે કેન્સરથી પીડિત ભિખારી દ્વારા આ પ્રકારનું કામ સમાજ પ્રતિ નિઃસ્વાર્થ પ્રેમ, બલિદાન અને ભક્તિનું એક અનન્ય ઉદાહરણ છે. આ પહેલીવાર નથી કે પ્રજાપતિએ પીડિતોને મદદ કરી હોય. આ પહેલાં તેઓએ કન્યાઓના અભ્યાસ કરવા માટે સોનાની એયરરિંગ્સ દાનમાં આપી છે. તેઓ બાળકોને શિક્ષણ માટે દાન આપે છે જેથી તેઓ પુસ્તકો અને નકલો ખરીદી શકે.

પહેલાં પણ કરતા આવ્યા છે જરૂરિયાતમંદોને મદદ

પહેલાં પણ કરતા આવ્યા છે જરૂરિયાતમંદોને મદદ

સમાજ પ્રત્યેના તેમના સમર્પણને જોઈને રોટરી ક્લબ ઑફ ઇન્ડિયાએ તેમને 'લિટ્રેસી હીરો એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યો હતા. પ્રજાપતિને ત્રણ મહિના પહેલાં કેન્સર હોવાનું ખબર પડી હતી. ત્યારથી જ તેઓ રાજકોટના એક ખાનગી ડૉક્ટર સાથે સારવાર કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર શરૂ કરી છે. તેમની સારવાર માટે 70,000 રૂપિયા એક કોર્પોરેટ દ્વારા આપવામાં આવ્યા હતા અને એક પરિવાર દ્વારા 30,000 રૂપિયાની સહાય કરવામાં આવી હતી.

English summary
71-Year-Old Beggar Suffering From Cancer Donated Five Thousand Rupees For Kerala Flood Victims.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X