For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

74 વર્ષની વૃદ્ધ મહિલાએ આપ્યો જોડિયા બાળકોને જન્મ, 54 વર્ષ બાદ પૂરી થઈ મા બનવાની ઈચ્છા

આંધ્રપ્રદેશના ગુંટૂરની હોસ્પિટલમાં ગુરુવારે એક 74 વર્ષીય વૃદ્ધ મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપીને રેકોર્ડ બનાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

આંધ્રપ્રદેશના ગુંટૂરની હોસ્પિટલમાં ગુરુવારે એક 74 વર્ષીય વૃદ્ધ મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપીને રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા પાંચ દશકથી મા બનવાની આતુરતાથી રાહ જોઈ રહેલ 74 વર્ષીય મંગાયમ્માએ ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF) પ્રક્રિયા દ્વારા ગર્ભધારણ કર્યો હતો અને ચાર ડૉક્ટરોની એક ટીમે ઑપરેશન કર્યો. ત્યારબાદ તેમણે ગુરુવારે જોડિયા બાળકોને જન્મ આપ્યો. ડૉક્ટરોનું માનવુ છે કે આ નવો વિશ્વ રેકોર્ડ હોઈ શકે છે.

એક નહિ બે બાળકોની મા બની વૃદ્ધ મહિલા

એક નહિ બે બાળકોની મા બની વૃદ્ધ મહિલા

પૂર્વી ગોદાવરી જિલ્લાના નેલલાપતીર્પાડુના રહેવાસી મંગાયમ્મા લગ્નના 54 વર્ષ બાદ પણ બાળકની મા ન બની શક્યા તો તેમણે પોતાના પતિને કોઈ હોસ્પિટલમાં આઈવીએફ (ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન) દ્વારા બાળક પેદા કરવાનો નિર્ણય કર્યો. લાંબી રાહ બાદ છેવટે બંનેએ આઈવીએફનો સહારો લેવાનો નિર્ણય કર્યો. ગયા વર્ષના અંતમાં બંનેએ ગુંટૂરના આઈવીએફ વિશેષજ્ઞોનો સંપર્ક કર્યો અને ગુરુવારે જોડિયા બાળકોને જન્મ આપ્યો.

54 વર્ષથી હતી બાળકની ઈચ્છા

54 વર્ષથી હતી બાળકની ઈચ્છા

થોડા દિવસો પહેલા તેમના એક પડોશીએ 55 વર્ષની ઉંમરે આ પ્રક્રિયાથી બાળકને જન્મ આપ્યો. ત્યારે મંગયમ્માના મનમાં પણ આશાનું કિરણ જાગ્યુ અને તેમણે આઈવીએફ પ્રક્રિયાને અપનાવવાનો નિર્ણય કર્યો. આ ક્રમમાં તેમણે ગયા વર્ષે નવેમ્બરમાં ગુંટૂરમાં ડૉક્ટર અરુણાનો સંપર્ક કર્યો જે પહંલા ચંદ્રબાબુ કેબિનેટમાં આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે. આ પ્રક્રિયા દ્વારા મંગાયમ્મા જાન્યુઆરીમાં ગર્ભવતી થયા. તેમની ઉંમરને જોતા તેમને 9 મહિના સુધી હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યા. આ દરમિયાન ડૉક્ટરોએ તેમની પૂરી સંભાળ લીધી.

આ પણ વાંચોઃ રણબીર-આલિયા એકસાથે માણી રહ્યા છે રજાઓ, ફોટા થયા વાયરલઆ પણ વાંચોઃ રણબીર-આલિયા એકસાથે માણી રહ્યા છે રજાઓ, ફોટા થયા વાયરલ

બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ

ડૉક્ટર ઉમાશંકરે દાવો કર્યો કે મંગાયમ્મા બાળકોને જન્મ આપનાર દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા બની ગયા છે. આ પહેલા 70 વર્ષીય દલજીત કૌરને દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા માનવામાં આવતા હતા. હરિયાણાના રહેવાસી કૌરે પણ આઈવીએફ પ્રક્રિયાથી 2017માં બાળકને જન્મ આપ્યો હતો. મંગાયમ્માએ કહ્યુ કે તે બહુ ખુશ છે. ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી. તેમના પતિ અને પરિવારના લોકોએ મિઠાઈ વહેંચીને ખુશીઓ મનાવી.

English summary
74 year old woman gives birth to twins through IVF method in Guntur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X