For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FAO 75th Anniversary: પીએમ મોદી આજે જારી કરશે 75 રૂપિયાનો ખાસ સ્મૃતિ સિક્કો

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો જારી કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ખાદ્ય તેમજ કૃષિ સંગઠન (Food and Agriculture Organization)ની શુક્રવારે(16 ઓક્ટોબર) 75મી વર્ષગાંઠ છે. આ પ્રસંગે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો જારી કરશે. એફએઓ(FAO)ની 75મી વર્ષગાંઠ પર આઠ પાકોની 17 જૈવ સંવર્ધિત જાતો રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આ કાર્યક્રમમાં કૃષિ અને પોષણની પ્રાથમિકતાઓને બતાવવામાં આવશે. આમાં દેશમાં કુપોષણને સંપૂર્ણપણે ખતમ કરવાનો સંકલ્પ લેવામાં આવશે.

pm modi

PMOએ જારી કર્યુ નિવેદન

75 રૂપિયાના સ્મૃતિ સિક્કાને જારી કરીને રત અને ખાદ્ય તેમજ કૃષિ સંગઠનન વચ્ચે મજબૂત સંબંધને ચિહ્નિત કરવાની પણ યોજના છે. આ માહિતી પ્રધાનમંત્રી કાર્યાલય(PMO) તરફથી આપવામાં આવી છે. પીએમઓ દ્વારા જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે નબળા વર્ગો અને જનતાને આર્થિક અને પોષક રીતે મજબૂત કરવાની યાત્રા અતુલનીય રહી છે. ભારતના એફએઓ સાથે હંમેશા સારા સંબંધો રહ્યા છે. નિવેદન મુજબ ભારતીય સિવિલ સેવા અધિકારી ડૉ. બિનય રંજન સેન 1956-1967 દરમિયાન એફએઓના મહાનિર્દેશક હતા.

પીએમ સાથે કાર્યક્રમ અન્ય મંત્રી પણ થશે શામેલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સાથે FAOની 75મી વર્ષગાંઠ પર થનારા કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, નાણામંત્રી સીતારમણ અને મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ શામેલ થશે. આ કાર્યક્રમમાં કૃષિ અને પોષણને પ્રાથમિકતા આપવામાં આવશે. આ કાર્યક્રમ દેશભરની આંગણવાડીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, જૈવિક અને બાગકામ મિશનો સામે થશે કાર્યક્રમ ઑનલાઈન થશે. FAOનો હેતુ હોય છે કે લોકોને પૂરતી માત્રામાં સારી ગુણવત્તાવાળુ ભોજન નિયમિત રીતે સુનિશ્ચિત કરવાનુ છે. FAOનુ મુખ્ય કાર્ય પોષણના સ્તરને ઉપર ઉઠાવવુ, ગ્રામીણ જનસંખ્યાનુ જીવન સારુ કરવુ અને વિશ્વ અર્થવ્યવસ્થાની વૃદ્ધિમાં યોગદાન કરવાનુ છે.

IPL 2020: કોહલીએ ઈતિહાસ રચ્યો, સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયોIPL 2020: કોહલીએ ઈતિહાસ રચ્યો, સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો

English summary
75th Anniversary Of FAO: PM Modi will release commemorative coin Of Rs. 75 denomination.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X