દિલ્હી બ્લાસ્ટના દોષિત ભુલ્લર અંગે 8 ખૂંખાર હકીકતો

દેવિન્દરપાલસિંહ ભુલ્લર અંગેની હકીકતો આ મુજબ છે.
1. દેવિન્દરપાલસિંહ ભુલ્લર લુધિયાણામાં આવેલી ગુરુનાનક એન્જિનીયરિંગ કોલેજમાંથી એન્જિનીયરિંગમાં ગ્રેજ્યુએટ થયો છે. તેણે ઇન્ડિયન યુથ કોંગ્રેસની ઓફિસની બહાર 11 સપ્ટેમ્બર, 1993ના રોજ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્પોટમાં 9 લોકોનાં મોત નિપજ્યાં હતા, જ્યારે 30 લોકો ઘવાયાં હતા.
2. આ બોમ્બ હુમલાના મુખ્ય નિશાન યુથ કોંગ્રેસના પ્રમુખ એમ એસ બિટ્ટ હતા. જેમણે આ વિસ્ફોટમાં એક પગ ગુમાવ્યો હતો.
3. ભુલ્લર અન્ય બોમ્બ વિસ્ફોટમાં પણ સામેલ હતો.જેમાં વર્ષ 1991માં ચંદીગઢના એસએસપી સુમેધસિંહ સૈની પર થયેલા હુમલાનો પણ સમાવેશ થાય છે.
4. 1993ના દિલ્હી બ્લાસ્ટ બાદ નકલી પાસપોર્ટ બનાવીને ભુલ્લર જર્મની ચાલ્યો ગયો હતો. જર્મનીમાં તે પકડાઇ જતા એક વર્ષ બાદ તેને ભારત પરત મોકલવામાં આવ્યો હતો.
5. વર્ષ 2001માં ભુલ્લરની સામે ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટિવ એક્ટિવિટી (પ્રિવેન્શન) એક્ટ (ટાડા) હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા. જે અંતર્ગત તેને મોતની સજા ફરમાવવામાં આવી હતી.
6. ભુલ્લરે વર્ષ 2001માં સુપ્રીમ કોર્ટમાં દયા અરજી દાખલ કરી હતી. જે એ જ વર્ષે ફગાવી દેવામાં આવી હતી.
7. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ દ્વારા મે 2011માં તેની દયા અરજીને નકારી દેવામાં આવી હતી.
8. 12 એપ્રિલ, 2013ના રોજ સુપ્રીમ કોર્ટે તેની મોતની સજાને આજીવન કારાવાસની સજામાં ફેરવવાની દયા અરજી ફગાવી દીધી હતી.












Click it and Unblock the Notifications
