For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયાની યુનિવર્સિટીમાં અંધાધુધ ફાયરિંગ, જીવ બચાવવા વિદ્યાર્થીઓએ લગાવી બારીઓમાંથી મોતની છલાંગ, 8ના મોત

રશિયાની એક યુનિવર્સિટીમાંથી સનસનાટીભર્યા ફોટા અને વીડિયો સામે આવ્યા છે, જ્યાં એક અજાણ્યા વ્યક્તિએ યુનિવર્સિટીની અંદર અંધાધૂંધ ફાયરિંગ કરીને સમગ્ર યુનિવર્સિટીમાં ખળભળાટ મચાવ્યો છે. ફાયરિંગ સમયે વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવ

|
Google Oneindia Gujarati News

રશિયાની એક યુનિવર્સિટીમાંથી સનસનાટીભર્યા ફોટા અને વીડિયો સામે આવ્યા છે, જ્યાં એક અજાણ્યા વ્યક્તિએ યુનિવર્સિટીની અંદર અંધાધૂંધ ફાયરિંગ કરીને સમગ્ર યુનિવર્સિટીમાં ખળભળાટ મચાવ્યો છે. ફાયરિંગ સમયે વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે બારીઓમાંથી કૂદકો મારતા જોવા મળી રહ્યાં છે. યુનિવર્સિટીના આ વીડિયોએ સનસનાટી મચાવી દીધી છે.

યુનિવર્સિટીમાં ફાયરિંગ

યુનિવર્સિટીમાં ફાયરિંગ

રશિયન સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર એક શંકાસ્પદ શૂટરે યુનિવર્સિટીમાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓ બારીઓમાંથી કૂદકો મારતા જોવા મળ્યા હતા. પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં આ ઘટનામાં આઠ લોકો માર્યા ગયા અને અન્ય છ ઘાયલ થયા હોવાનું સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું. ફોટામાં એક શંકાસ્પદ વ્યક્તિએ યુનિવર્સિટીની બહાર હથિયાર સાથે જોવા મળ્યો હતો. તે જ સમયે આરટી ન્યૂઝે અહેવાલ આપ્યો છેકે રશિયન સુરક્ષા દળોએ સોમવારે સવારે પર્મ ક્રાઇ ક્ષેત્રની પર્મ સ્ટેટ યુનિવર્સિટી (પીએસયુ)માં ગોળીબાર કરનાર એક બંદૂકધારીને ઠાર કર્યો હતો. રશિયાની TASS ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, "કેટલાક વિદ્યાર્થીઓએ પોતાને હુમલાખોરોથી બચાવવા માટે યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં બંધ કરી દીધા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ બારીઓમાંથી કૂદકા લગાવ્યા હતા."

બારીમાંથી કુદ્યા વિદ્યાર્થી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિદ્યાર્થીઓ બારીઓમાંથી કૂદકો મારતા જોવા મળી રહ્યા છે. રશિયન સ્થાનિક મીડિયા અનુસાર હુમલાખોરની ઓળખ તૈમુર બેકમાંસુરોવ તરીકે થઈ છે, જે માર્યો ગયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હુમલાખોર માત્ર 18 વર્ષનો હતો, જે ગોળી વાગવાના કારણે સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. અન્ય એક વીડિયોમાં હુમલાખોર મોટા હથિયાર સાથે પર્મ યુનિવર્સિટીની નજીક આવતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે પર્મ યુનિવર્સિટી રશિયાની રાજધાની મોસ્કોથી 700 માઈલ પૂર્વમાં સ્થિત છે, જ્યાં ગોળીબારમાં આઠ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

યુનિવર્સિટીમાં ભણતો હતો શૂટર

સ્થાનિક પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે આરોપી શૂટર પણ તે જ યુનિવર્સિટીની સ્કૂલમાં અભ્યાસ કરતો હતો જેમાં આ હુમલો થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગ દરમિયાન વિદ્યાર્થી પર હુમલો કરનાર આરોપીએ એક ચિઠ્ઠી પણ છોડી છે, જેમાં ફાયરિંગનું કારણ જણાવવામાં આવ્યું છે, પરંતુ તે નોટમાં શું લખ્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. રિપોર્ટ અનુસાર પોલીસે આ નોટ જપ્ત કરી છે. આરોપીએ સોશિયલ મીડિયા પર હુમલા વિશે લખ્યું હતું, જેના પગલે યુનિવર્સિટી વહીવટીતંત્રે તરત જ વિદ્યાર્થીઓને પોતાને એક રૂમમાં બંધ કરી દેવા અથવા તરત જ યુનિવર્સિટી છોડવાનું કહ્યું હતું.

ભારતે દુ:ખ વ્યક્ત કર્યું

સાથે જ યુનિવર્સિટીમાં ફાયરિંગની આ ઘટના બાદ ભારત સરકારે ઘેરૂ દુ:ખ વ્યક્ત કર્યું છે. રશિયામાં ભારતીય દૂતાવાસે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટી પર થયેલા ભયાનક હુમલાથી અમે સ્તબ્ધ છીએ. જાનહાનિ માટે અમારી ઉંડી સંવેદના અને ઘાયલોની જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા. દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ, ભારતીય વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે સંપર્કમાં છે. તમામ ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત છે."

English summary
8 killed in indiscriminate firing at a Russian university
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X