ભોપાલ જેલમાંથી ભાગેલા તમામ 8 આતંકવાદીઓ ઠાર મરાયા

Subscribe to Oneindia News

રવિવારે રાત્રે ભોપાલની જેલમાંથી 8 આતંકવાદી ફરાર થઇ ગયા હતા, જેમને એએનઆઇ ન્યૂઝના જણાવ્યા અનુસાર પોલિસે ઠાર માર્યા છે. આ એનકાઉંટર ભોપાલના છેવાડે આવેલ ઇંતખેડી ગામમાં કરવામાં આવ્યુ. આ આતંકવાદીઓએ ભાગતા પહેલા એક હેડકોંસ્ટેબલની હત્યા પણ કરી દીધી હતી. આ 8 આતંકવાદીઓ પ્રતિબંધિત સ્ટુડંટસ ઇસ્લામિક મુવમેંટ ઑફ ઇંડિયા (સિમી) સંગઠનના હતા.

jail

4 જેલ અધિકારી સસ્પેંડ


આ મામલે દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ પાસે રિપોર્ટ માંગી છે. વળી, સેંટ્રલ જેલના ડાયરેક્ટર જનરલ સંજય ચૌધરીએ જણાવ્યું કે સુરક્ષામાં થયેલી ખામીઓની તપાસ ચાલી રહી છે અને જેલના અન્ય કેદીઓની સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે એડીજીને પહેલા જ હટાવી દેવામાં આવ્યા હતા અને હવે ડીઆઇજીને પણ સસ્પેંડ કરવામાં આવી રહ્યા છે.

jail


ચાદરની રસ્સી બનાવી ભાગ્યા હતા


આ આતંકવાદીઓએ રાત્રે આશરે 2 વાગે હેડ કોંસ્ટેબલ રામા શંકરની હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ ચાકૂથી રામા શંકરનું ગળુ કાપી નાખ્યુ હતુ. હેડ કોંસ્ટેબલની હત્યા બાદ આતંકવાદીઓ ચાદરો જોડીને રસ્સી બનાવી અને જેલની દિવાલ કૂદીને ફરાર થઇ ગયા. પોતાની આ યોજનાને અંજામ આપવા માટે આતંક્વાદીઓએ દિવાળીની રાત પસંદ કરી હતી. આતંક્વાદીઓએ દિવાળીની રાતને એટલા માટે પસંદ કરી કારણકે દિવાળીની રાત્રે લોકો ફટાકડા ફોડતા હોય અને ફટાકડાના અવાજમાં તેમના ભાગવાનો અવાજ કોઇને સંભળાય નહિ.

jail


દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો હતો


ફરાર થયેલા આતંકવાદીઓ પર દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો હતો. મધ્યપ્રદેશના ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું કે આતંકવાદીઓ ભાગવામાં સફળ કેવી રીતે થયા તેની તપાસ કરવામાં આવશે. તેમણે આ 8 આતંકવાદીઓના ભાગી ગયા બાદ આખા પ્રદેશમાં એલર્ટ જારી કર્યુ છે. સાથે જ દેશના બીજા રાજ્યોમાં પણ આની સૂચના આપી દેવામાં આવી છે. માનવામાં આવી રહ્યુ છે કે કોઇ મોટા હુમલાને અંજામ આપવા માટે આતંકવાદીઓ ભાગ્યા હોઇ શકે છે.

delhi police


પહેલા પણ ભાગે ચૂક્યા છે આતંકવાદીઓ


મધ્યપ્રદેશમાં આવી ઘટના બીજી વાર બની છે. આ પહેલા પણ એક વાર સિમીના 10 આતંકવાદી ભોપાલ જેલમાંથી ફરાર થઇ ગયા હતા. આમાંથી 5 ને તરત જ ઝડપી લેવામાં આવ્યા હતા પરંતુ બાકીના 5 આતંકવાદી ભાગવામાં સફળ રહ્યા હતા. સ્ટુડંટસ ઇસ્લામિક મુવમેંટ ઑફ ઇંડિયા (સિમી) એક પ્રતિબંધિત સંગઠનં છે, જેની શરુઆત 1977 માં ઉત્તરપ્રદેશના અલીગઢમાં થઇ હતી.

English summary
8 simi terrorists killed by police who fled from bhopal centra jail
Please Wait while comments are loading...