For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એવું શું થયું કે ગૌશાળામાં એકસાથે 80 ગાય મૃત્યુ પામી?

એવું શું થયું કે ગૌશાળામાં એકસાથે 80 ગાય મૃત્યુ પામી?

|
Google Oneindia Gujarati News

જયપુરઃ રાજસ્થાનના ચુરુ જિલ્લાના બિલ્યૂંબાસ ગામની એક ગૌશાળામાં એકસાથે 80 ગાયના મોતથી હડકંપ મચી ગયો છે. 80 ગાયના મોત એક સાથે કેવી રીતે થયાં તેનો કોઈ પતો નથી લાગી શક્યો. અધિકારીઓને શક છે કે આ કોઈ પ્રકારની એક અજાણી બીમારી છે, જેની તપાસ ચાલી રહી છે. પોલીસ ઑફિસર કુતેંદ્ર કુંવરે કહ્યું કે, ગાયોનું કયા કારણે મોત થયું તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ ગાયના મોત પહેલાં અચાનક તેના મોઢામાંથી ફીણ નિકળવા લાગ્યાં હતાં. જે બાદ એક બાદ એક ગાય જમીન પર પડવા લાગી હતી.

cow

જણાવવામાં આવી રહ્યું છે કે 20 નવેમ્બરે બપોરે 3 વાગ્યેથી ગાયો સાથે આ સિલસિલો ચાલુ થયો હતો. જે બાદ આગલા દિવસે શનિવાર સુધી ગાયના મોતનો સિલસિલો ચાલુ છે. ગૌશાળામાં કામ કરી રહેલા કર્મચારીઓ મુજબ તેઓ દરરોજ ગાયને જે જગ્યાએ પાણી અને ચારો આપે છે તે જગ્યાએ જ આપ્યો હતો. ગૌશાળાના પદાધિકારીઓએ શીર્ષ અધિકારીઓને આ વાતની સૂચના આપી છે. મેડિકલની એક ટીમ ગામમાં છે. છતાં 80 ગાયના મોતને રોકી ના શકાયું.

ગુજરાતઃ સુરેન્દ્રનગરમાં ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત, 7 લોકોના દર્દનાક મોતગુજરાતઃ સુરેન્દ્રનગરમાં ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત, 7 લોકોના દર્દનાક મોત

પાછલા મહિને હરિયાણાની ગૌશાળામાં પણ આવી જ ઘટના બની હતી

ઉલ્લેખનીય છ કે ઓક્ટોબરના અંતિમ અઠવાડિયે હરિયાણાના પંચકૂલામાં માતા મનસા દેવી ગૌશાળાની 80 ગાયનાં મોત થયાં હતાં. જો કે આ ગાયના મોત ફૂડ પોઈઝનિંગને કારણે થયાં હતા. આ મામલે અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા હતા. અધિકારીઓને આ વાતનો શક હતો કે ગાયને ખવડાવવામાં આવી રહેલા ચારામાં કેમિકલ અને કીટનાશક ભેળવી દેવામાં આવ્યાં હતાં.

English summary
80 cow died together in the cowshed of rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X