For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

88th Air Force Day: જાણો આજે વાયુસેના દિવસે તેની સ્થાપના અને ધ્યેય વાક્ય વિશે

શું તમે જાણો છો કે આ ધ્યેય વાક્ય ભગવદ ગીતામાંથી લેવામાં આવ્યુ છે. જાણો તેની કહાની અને તેનો અર્થ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય વાયુસેના(આઈએએફ) પોતાનો 88મો વાયુસેના દિવસ મનાવી રહી છે. આઈએએફ આજે દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી સેના છે. ક્યારેક માત્ર પાંચ લોકો સાથે શરૂ થયેલ વાયુસેનાની સફર આજે લાખો અધિકારીઓ અને જવાનો સુધી જઈ પહોંચી છે. આઈએએફ આજે ચીન જેવા દુશ્મન દેશોના પણ છક્કા છોડાવવામાં સક્ષમ છે. વાયુસેના જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને આજ સુધી પોતાના ધ્યેય વાક્ય 'નભઃ સ્પૃશં દીપ્તમ'ને ચરિતાર્થ કરતી આવી છે. શું તમે જાણો છો કે આ ધ્યેય વાક્ય ભગવદ ગીતામાંથી લેવામાં આવ્યુ છે. જાણો તેની કહાની અને તેનો અર્થ.

IAF

વાયુસેનાનુ ધ્યેય વાક્ય અને તેનો અર્થ

ઈન્ડિયન એરફોર્સનુ ધ્યેય વાક્ય છે, 'નભઃ સ્પૃશં દીપ્તમ' એટલે કે ગર્વ સાથે આકાશને આંબવુ. વાદળી, આસમાની અને સફેદ તેના રંગ છે. ભારતીય વાયુસેનાનુ ધ્યેય વાક્ય ગીતાના 11માં અધ્યાયથી લેવામાં આવ્યુ છે. કહે છે કે જ્યારે મહાભારતના યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જૂનને જે ઉપદેશ આપ્યો હતો, તે આદર્શ વાક્ય તેનો મહત્વનો ભાગ હતો. યુદ્ધ પહેલા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ, અર્જૂનને પોતાનુ વિરાટ સ્વરૂપ બતાવે છે તે જોઈને અર્જૂન થોડા સમય માટે પરેશાન થઈ જાય છે. તેમનુ આ સ્વરૂપ એક પળ માટે અર્જૂનના મનમાં ભય પેદા કરી દે છે. જે આદર્શ વાક્ય આઈએએફે અપનાવ્યુ છે તે આ શ્લોકનો હિસ્સો છે, 'नभ:स्‍पृशं दीप्‍तमनेकवर्ण व्‍यात्ताननं दीप्‍तविशालनेत्रम्, दृष्‍ट्वा हि त्‍वां प्रव्‍यथ‍ितान्‍तरात्‍मा धृतिं न विन्‍दामि शमं च विष्‍णो।' જેનો અર્થ છે, 'હે વિષ્ણુ, આકાશને સ્પર્શ કરનાર, દૈદીપ્યમાન, અનેક વર્ણોથી યુક્ત તેમજ ફેલાયેલ મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રોથી યુક્ત તમને જોઈને ભયભીત અંતઃકરણવાળો હું ધીરજ અને શાંતિ નથી મેળવતો.'

8 ઓક્ટોબર 1932ના રોજ સ્થાપના

ભારતીય વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર, 1932ના રોજ થઈ હતી. એ વખતે આઈએએફ બ્રિટનની રૉયલ એરફોર્સના સહાયક તરીકે તૈયાર થયુ હતુ. ઈન્ડિયન એરફોર્સ એક્ટ 1932 હેઠળ તેને રૉયલ એરફોર્સ સાથે જોડવામાં આવ્યુ હતુ. અહીંથી રૉયલ એરફોર્સનો યુનિફોર્મનો યુનિફોર્મ અને બાકી વસ્તુઓને અપનાવી. વર્ષ 1932માં અસ્તિત્વમાં આવ્યા બાદ એક એપ્રિલ 1933ના રોજ આઈએએફનો પહેલો સ્કવૉડ્રન નંબર તૈયાર થયો. વર્ષ 1945માં આઈએએફની આગળરૉયલ શબ્દને જોડવામાં આવ્યો. ભારત ત્યારે અંગ્રેજોનો ગુલામ હતો અને તેના નેતૃત્વમાં જ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં આની ભાગીદારી નક્કી થઈ હતી. વર્ષ 1950માં આની આગળથી રૉયલ શબ્દ હટાવી લેવામાં આવ્યો. અહીંથી રૉયલ એરફોર્સ, ભારતીય વાયુસેના અસ્તિત્વમાં આવી અને તેને ઓળખ મળી. ચીફ એર માર્શલ સુબ્રતો મુખર્જી ઈન્ડિયન એરફોર્સના પહેલા ભારતીય ચીફ હતી. સન65માં જ્યારે ભારત અને પાક વચ્ચે યુદ્ધ થયુ તો પાકિસ્તાન પાસે અમેરિકાથી સારા ફાઈટર જેટ્સ હતા પરંતુ તેમછતાં વાયુસેના સામે પાક ટકી શક્યુ નહિ.

વાયુસેના દિવસ પર પીએમ મોદી, રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છાવાયુસેના દિવસ પર પીએમ મોદી, રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા

English summary
88th Air Force Day: Know the Motto of Indian Air Force and its meaning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X