કૉલગેટ: જયસવાલે કહ્યું '95 ટકા ફાઇલો મળી ગઇ છે!'

સૂત્રો અનુસાર જયસવાલે જણાવ્યું કે જો બાકીની ફાઇલો આવતા મંગળવાર સુધી નહીં મળી તો એફઆઇઆર દાખલ કરાવી દેવામાં આવશે. જાયસવાલે જણાવ્યું કે સીબીઆઇ આ મામલાની તપાસ કરી રહી છે, તો એફઆઇઆર પણ સીબીઆઇ જ દાખલ કરાવશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે કોલસા ખાણોની ફાળવણી સાથે જોડાયેલ મામલાઓને 20 વર્ષ થઇ ગયા છે, જેની તપાસ ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે મંગળવાર સુધી સીબીઆઇને ફાઇલો સોંપી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુમ થયેલી ફાઇલોના મુદ્દા મોનસૂન સત્રના અંતિમ દિવસ શનિવારે પણ ગૃહમાં છવાયેલો રહ્યો, જેમાં વિપક્ષે આરોપ લગાવ્યો કે મામલા સાથે જોડાયેલ 147 ફાઇલ ગુમ થઇ ગઇ છે.












Click it and Unblock the Notifications
