For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

થિયેટરમાં ફ્રીમાં બતાવવામાં આવશે ફિલ્મ, એડમાંથી થશે કમાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

cinema
તિરૂવનંતપુરમ, 6 જૂન: વિચારો પૈસા ખર્ચ્યા વિના કે પછી ટિકિટ માટે ભાગદોડ કર્યા વિના સિનેમાહોલમાં નવી મૂવીની મજા માણવાની તક મળી જાય તો કેટલો આનંદ આવી જાય. હવે આ વાત હકીકત બનવા જઇ રહી છે. કેરલમાં રિલીજ થઇ રહી એક નવી ફિલ્મ ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી સિનેમાઘરોમાં મફતમાં જોવા મળશે. હાં, તેના બદલામા6 તમરે થોડે એડ્સ જોવી પડશે કારણ કે કોઇ ટીવી શો અથવા ક્રિકેટ ટૂર્નામેન્ટની જેમ આ ફિલ્મ પ્રાયોજિત કરવામાં આવી રહી છે. જો કે ટીવી શોની માફક જાહેરાત તમારી વચ્ચે નથી પરંતુ ફક્ત શરૂઆત અને ઇન્ટરવલ દરમિયાન બતાવવામાં આવશે.

ભારતીય સિનેમામાં 'પ્રાયોજિત ફિલ્મ'ની અવધારણાની શરૂઆત કરતાં એસ વિનોદ કુમાર નિર્દેશિત 'ટેસ્ટ પેપર' ફિલ્મ લોકોને કેરલના કેટલાક પસંદીદા સિનેમાઘરોમાં મફતમાં જોવા મળશે. ફિલ્મ જોવા માટે ઇચ્છુક લોકો તે સિનેમાહોલમાંથી પાસ લઇ શકશે જ્યાં તેનો પ્રદર્શન થશે. આ ફિલ્મ 13 જૂનના રોજ રિલીજ થઇ થઇ રહી છે.

ફિલ્મના નિર્માતા એસ મનોજ કુમારે કહ્યું કે જેટલા દિવસ સુધી મફતમાં ફિલ્મનું પ્રદર્શન તશે તેનો ખર્ચ જાહેરાતના માધ્યમથી વસૂલવામાં આવશે. તેમણે કહ્યું, 'અમે ટેલી સીરીજ અને અન્ય ટેલિવિઝન કાર્યક્રમ પ્રાયોજિત કર્યા છે, પરંતુ મલયાલમ ભાષામાં બનેલી ટેસ્ટ પેપર ભારતીય સિનેમામાં આવો પ્રથમ પ્રયોગ છે. અમે પ્રાયોજિત જાહેરાતના માધ્યમથી મફત પ્રદર્શનની પડતર કિંમત વસૂલવાની યોજના બનાવવામાં આવી રહી છે.'

English summary
Imagine watching the latest movie in cinemas without spending a single penny or making a mad rush for tickets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X