સૂડાનથી પહેેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી, 360 ભારતીયો વતન પરત ફર્યા
સૂડાનમાં સેના વચ્ચેના સંઘર્ષને કારણે હાલ ગૃહ યુદ્ધની પરિસ્થિતી છે. યુદ્ધની સ્થિતીમાં ઘણા ભારતીયો ત્યાં ફસાયા હોવાના અહેવાલ આવ્યા હતા. ભારત સરકારે આ તમામ લોકોને બચાવવા માટે ઓપરેશન કાવેરી લોંચ કર્યું છે. જે અંતર્ગત પહેલી ફ્લાઈટ ભારતીયોને લઈને દિલ્હી પરત ફરી છે.
સૂડાનમાં દિવસે દિવસે પરિસ્થિતી બગડી રહી છે. આ સ્થિતીમાં ભારત સરકાર દ્વારા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરી ચલાવાઈ રહ્યું છે. હાલ ભારતીય નાગરિકોને યુદ્ધગ્રસ્ત સૂડાનથી બહાર સાઉદી અરેબિયાના શહેર જેદ્દાહમાં ખસેડવામાં આવી રહ્યા છે. અહીંથી તેમને વતન પરત લવાઈ રહ્યા છે.

હવે સૂડાનથી ભારતીયો સાથે પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી છે. આ વિમાન 360 લોકો સાથે દિલ્હી પહોંચ્યુ છે. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
મિશન કાવેરી હેઠળ ભારત સરકાર ફસાયેલા ભારતીય નાગરિકોને પહેલા દરિયાઈ માર્ગે જેદ્દાહ લાવી રહી છે. અહીંતી તેમને વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ દ્વારા સુરક્ષિત પરત લાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન 360 ભારતીયો સાથેની પ્રથમ ફ્લાઇટ જેદ્દાહ એરપોર્ટથી ઉડાન ભરી અને દિલ્હી પહોંચી છે.
સૂડાનમાં ગૃહયુદ્ધની સ્થિતી વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ બેચ જેદ્દાહ પહોંચી છે. જેમાંથી 360 ભારતીયો વાયુસેનાના વિમાન દ્વારા વતન પરત ફર્યા છે. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને એક ટ્વીટમાં જણાવ્યું કે, જેદ્દાહ એરપોર્ટથી 360 ભારતીયોને લઈને નવી દિલ્હી જતી ફ્લાઈટ ઉપડી છે. તેમને વિદાય આપીને આનંદ થયો, તેઓ ટૂંક સમયમાં માતૃભૂમિ પહોંચશે અને તેમના પરિવારો સાથે ફરી જોડાશે.












Click it and Unblock the Notifications
