Video: 1 કલાક સુધી શિળાય કર્યો બચવાનો પ્રયાસ, પણ...
શિકારીને બન્યો શિકાર બિહારનો એક અજબ ગજબ વીડિયો જાતે જ જુઓ અહીં
યુપીના બિછિયા વિસ્તારમાં એક શિકાર જ બીજા શિકારીનો શિકાર બની ગયો. અહીંના બિછિયા વિસ્તારમાં વિશાળકાળ અજગરે જીવતા શિયાળને ઝડપી લીધો અને ધીરે ધીરે તેને જીવતો જ પોતાના પેટમાં ઉતારવા લાગ્યો. જો કે સામે પક્ષે શિયાળે પણ બચવા માટે પૂરતા પ્રયાસ કર્યા. એક કલાક સુધી શિળાય બચવા માટે વલખાં માર્યા. એટલું જ નહીં આસપાસ ઊભેલા લોકોએ પણ શિયાળને બચાવવા માટે અજગરને પથ્થર માર્યા પણ શિયાળને બચાવી ના શક્યા છેવટે લોકોએ વન વિભાગના અધિકારીઓને ફોન કરી આ વાત જણાવી.

જો કે જ્યાં સુધી વન અધિકારી આવ્યા ત્યાં સુધી શિયાળના ખાલી પગ બહાર દેખાતા હતા. અને બાકી આખું શિયાળ અજગર ગળી ગયો હતો. જો કે તે પછી સ્થાનિક લોકો અને વન અધિકારીઓ પણ શિયાળના પગ પણ અજગર કેવી રીતે ગળી રહ્યો છે તે જોયું. જો કે આટલો મોટો શિકાર કર્યા પછી અજગર ત્યાંથી હલવા માટે પણ અસર્મથ હતો. જેના કારણે વન્ય અધિકારીઓ અજગરની ચોકી પર લાગ્યા હતા જેથી કરીને કોઇ અજગરને નુક્શાન ન પહોંચાડે. ત્યારે જુઓ આ વીડિયો....












Click it and Unblock the Notifications
