છેડતીથી બચવા ચાલતી ટ્રેનમાંથી કૂદી ગઇ યુવતી

rape
પટના, 3 જાન્યુઆરી: આરા સ્ટેશન પાસે દિલ્હી જઇ રહેલી બ્રહ્મપુત્ર મેલમાં છેડખાનીથી બચવા માટે એક યુવતીએ ચાલતી ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી. બેભાન હાલતમાં યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જોકે પોલીસે ટ્રેન છેડતીના આરોપમાં બે યુવકોની ધરપકડ કરી લીધી છે, અને પૂછપરછ શરૂ કરી દીધી છે. બંનેની ઓળખ યુવતી પાસે કરાવવામાં આવશે. યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી.

જીઆરપી અનુસાર આરા પાસે ટ્રેનમાં બે લોકોએ યુવતીની છેડતી કરવાની શરૂઆત કરી દીધી. ગભરાઇને આ યુવતીએ બક્સર પાસે જગજીવન હાલ્ટ પર ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી. ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધા બાદ યુવતી હજી સુધી ભાનમાં આવી નથી.

પોલીસે બક્સર સ્ટેશન પર ટ્રેનમાંથી બે યુવકોની ધરપકડ કરી લીધી છે. બંનેને આરા લાવવામાં આવશે અને પૂછપરછ કરાશે. પોલીસે આ અંગે વધું તપાસ હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X