પ્રેમી કપલનું પહેલા ગળું કાપ્યું અને પછી ગોળી મારી
ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં પ્રેમી કપલની નિર્દયતાપૂર્વક હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે.
ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં પ્રેમી કપલની નિર્દયતાપૂર્વક હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. ઘટના વિશે જાણકારી મળતા જ લોકોની ભીડ જામી ગઈ. સૂચના મળતા જ એસએસપી, સીઓ સીટી અને ચોકીની પોલીસ જગ્યા પર પહોંચી ગયી. ફોરેન્સિક ટીમ પર ઘટનાસ્થળે પહોંચી અને તેમને બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.

લોહીથી ખરડાયેલી લાશ
મળતી જાણકારી અનુસાર આ ઘટના મુજ્જફરનગર ચોકી વિસ્તારના અંબા વિહાર વિસ્તારની છે. અહીં શુક્રવારે એક મકાન ઉપર બનેલા લેડીઝ જીમમાં એક પ્રેમી કપલની લોહીથી ખરડાયેલી લાશ મળી આવી. ઘટના વિશે સૂચના મળતા જ પોલીસ અને ફોરેન્સિક ટીમ પણ ત્યાં પહોંચી. લાશ પાસેથી બે બંદૂક અને ધારદાર હથિયાર પણ મળી આવ્યા હતા. પોલીસે લાશ કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.

અંદરથી દરવાજો બંધ હતો
પોલીસ અનુસાર જીમના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. પોલીસે દરવાજો તોડીને બંને લાશ કબ્જામાં લીધી. એસપી સીટી ઓમબિર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઘટનાસ્થળ જોઈને લાગી રહ્યું છે કે પહેલા પ્રેમી યુગલને ધારદાર હથિયારથી કાપવામાં આવ્યા હતા. ત્યારપછી ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી છે.

મૃતક યુવતી લેડીઝ જીમ ચલાવતી હતી
મૃતક યુવતી પોતાના ઘરમાં જ ઉપર લેડીઝ જીમ ચલાવતી હતી. એસપી સીટી ઓમબિર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે 100 ડાયલને સૂચના મળી હતી. જેના પર જગ્યા પર પહોંચીને પોલીસે જોયું કે મકાનની ઉપર બનેલા જીમમાં યુવક અને યુવતીની લોહીથી ખરડાયેલી લાશ પડી હતી. પોલીસે જણાવ્યું કે ખુબ જ જલ્દી આ ઘટના વિશે ખુલાસો કરવામાં આવશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
