For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

100 ફીટ ઊંડા કૂવામાંથી આવતો હતો અવાજ, અંદર માણસ બેઠો હતો

કહેવામાં આવે છે કે જાકો રાખે સાઇયાં, માર શકે ન કોઈ. આ વાત જિલ્લામાં આવેલા મોતીપુર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પર ફિટ બેસે છે જેને બદમાશોએ લૂંટીને જંગલમાં આવેલા કુવામાં ફેંકી દીધો.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

કહેવામાં આવે છે કે જાકો રાખે સાઇયાં, માર શકે ન કોઈ. આ વાત જિલ્લામાં આવેલા મોતીપુર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પર ફિટ બેસે છે જેને બદમાશોએ લૂંટીને જંગલમાં આવેલા કુવામાં ફેંકી દીધો. યુવાન માણસ 18 કલાક સુધી કુવામાં પડેલ લાકડાના સહારે બેસી બહાર કાઢવા બૂમો મારતો રહ્યો. સવારે એક યુવાન માણસ તેનો અવાજ સાંભળ્યા બાદ તેની જાણ વનવિભાગ અને પોલીસને કરવામાં આવી અને ત્યારપછી દોરડાના સહારે બહાર કાઢવામાં આવ્યો. પોલીસે કેસની તપાસ ચાલુ રાખી છે.

લૂંટીને કુવામાં ફેંકી દીધો

લૂંટીને કુવામાં ફેંકી દીધો

મોતીપુર વિસ્તારમાં આવેલ હોસુલિયા ગામમાં રહેતો કામુદ્દીન સાયકલ લઈને કર્તનીયા વન્યક્ષેત્રમાં આવેલ 'અંબા ગામ' સાસરીમાં જતો હતો. ગાઢ જંગલમાં પહોંચ્યો ત્યારે અજ્ઞાત બદમાશોએ તેને પકડી મોબાઇલ અને સાયકલ લઇ લીધી.

લાકડાંના સહારે બેસી રહ્યો

લાકડાંના સહારે બેસી રહ્યો

વિરોધ દરમિયાન બદમાશો નજીક આવેલા 100 ફૂટ ઊંડા કુવામાં ફેંકી ભાગી ગયા. કૂવામાં પડેલા કમાલુદ્દીન જીવન બચાવવા પાણીમાં પડેલા લાકડાંનો સહારો લઇ તેની પર બેસી ગયો. પોતાની જાતને બહાર કાઢવા માટે મોટેથી અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ રાતે તેને કોઈ મદદ મળી ન હતી.

યુવાન માણસે સાંભળ્યો અવાજ

યુવાન માણસે સાંભળ્યો અવાજ

સવારે લગભગ દસ વાગ્યે તે વિસ્તારના રહેવાસી અશોક મોટા બાબાના સ્થાને દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે તેણે કૂવામાંથી આવતો અવાજ સાંભળ્યો. તેને ત્યાં જઈને જોયું ત્યારે તેમણે એક માણસને કૂવામાં એક લાકડા પર બેસેલો જોયો. અશોકએ તાત્કાલિક વન કર્મચારીઓ અને સુજૌલી પોલીસને જાણ કરી, જેના પછી ગ્રામવાસીઓ અને જંગલ કર્મચારીઓની મદદથી તેને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવ્યો. પોલીસ કહે છે કે આ બાબતની તપાસ ચાલી રહી છે.

English summary
A man survived after thrown in well in Bahraich
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X