મહારાષ્ટ્ર: શરાબી પતિની હત્યા કરી પત્નીએ લાશ સળગાવી

પુણેના ગ્રામીણ વિસ્તાર લૉનીકંદ માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પારિવારિક કલેશમાં એક પત્નીએ પોતાના પતિની હત્યા કરી નાખી છે.

પુણેના ગ્રામીણ વિસ્તાર લૉનીકંદ માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પારિવારિક કલેશમાં એક પત્નીએ પોતાના પતિની હત્યા કરી નાખી છે. ત્યારપછી તેની લાશ સળગાવીને ગટરમાં ફેંકી દીધી. આ ઘટના પછી આખા વિસ્તારમાં સનસની ફેલાઈ ચુકી છે. પુરાવા નષ્ટ કરવા માટે પત્નીએ ઘરમાં કપડાં અને બીજા સામાનનો ઉપયોગ કરીને લાશ સળગાવી દીધી. એટલું જ નહીં પરંતુ સળગેલી લાશને ગટરમાં ફેંકી દીધી.

આ પણ વાંચો: પ્રેમિકાએ બેવફા બૉયફ્રેંડના ટુકડા કરી બિરયાની બનાવી લોકોને ખવડાવી

નિલેશ અને વિધા બંને પતિ-પત્ની છે

નિલેશ અને વિધા બંને પતિ-પત્ની છે

મૃતકનું નામ નિલેશ ભીમાજી કામ્બલે છે, તેમની ઉમર 35 વર્ષ છે. આ મામલે વિધા નિલેશ કામ્બલે (ઉમર 32 વર્ષ) નામની મહિલા આરોપીની ધરપકડ કરી છે. પોલીસ ઘ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નિલેશ અને વિધા બંને પતિ-પત્ની છે. બંને પોતાના બે બાળકો સાથે વડગામ સિંદે ગામના જિલ્લા પરિષદ સ્કૂલ પાસે રહેતા હતા.

દારૂ પીવાની લત

દારૂ પીવાની લત

નીલેશને દારૂ પીવાની ભારે લત હતી. તેને કારણે બંને વચ્ચે ખુબ જ લડાઈ થતી રહેતી હતી. મંગળવારની સાંજે લગભગ 7 વાગ્યે નિલેશ દારૂ પીને ઘરે આવ્યો હતો. ખાવાનું ખાતા સમયે દારૂના નશાની હાલતમાં તેને પોતાની દીકરીને બચકું ભર્યું. આ વાતથી ગુસ્સે થઈને પત્ની વિદ્યા અને બાળકોને ભેગા થઈને તેને જોરથી ધકકો આપ્યો. ધક્કો લાગવાને કારણે નિલેશ નીચે પડી ગયો અને માથા પર ઘા લાગવાને કારણે તેની મૌત થઇ ગઈ.

પુરાવા નષ્ટ કરવા માટે નીલેશની લાશને કપડાં અને બાકીનો સમાન લપેટીને સળગાવી

પુરાવા નષ્ટ કરવા માટે નીલેશની લાશને કપડાં અને બાકીનો સમાન લપેટીને સળગાવી

આ વાતથી ઘરના લોકો ખુબ જ ગંભરાઈ ગયા. પુરાવા નષ્ટ કરવા માટે તેમને નીલેશની લાશને કપડાં અને બાકીનો સમાન લપેટીને સળગાવી દીધી. ત્યારપછી તેમને બાકી બચેલા અવશેષોને ગટરમાં ફેંકી દીધા. ઘટના વિશે જાણકારી મળતા કાંબલેના ઘરની બહાર લોકોની ભીડ જમા થઇ ગઈ. આ વાતની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે અને આગળની જાંચ કરવામાં જોડાઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X