પ્રેમિકાએ બેવફા બૉયફ્રેંડના ટુકડા કરી બિરયાની બનાવી લોકોને ખવડાવી

સંયુક્ત આરબ અમિરાતમાં એક ચોંકાવનારી ઘટના સામે સામે આવી છે જયારે એક મહિલાએ પોતાના પ્રેમીની હત્યા કરી નાખી.

સંયુક્ત આરબ અમિરાતમાં એક ચોંકાવનારી ઘટના સામે સામે આવી છે જયારે એક મહિલાએ પોતાના પ્રેમીની હત્યા કરી નાખી. એટલું જ નહીં પરંતુ પ્રેમિકાએ તેની લાશના ટુકડા કરી તેની બિરયાની બનાવી પાકિસ્તાની વર્કરોને ખવડાવી દીધી. પ્રેમિકાએ આવું એટલા માટે કર્યું કારણકે પ્રેમી તેને દગો આપી રહ્યો હતો. 7 વર્ષ સુધી સંબંધ રાખ્યા પછી પ્રેમી હવે બીજી કોઈ મહિલા સાથે લગ્ન કરવા માંગતો હતો. એકવાર પ્રેમિકાએ તેને બીજી મહિલા સાથે ફરતા પકડી પણ લીધો હતો. આરોપી મહિલા મોરક્કોની રહેવાસી છે અને તેને યુએઈ માં હત્યાને અંઝામ આપ્યો. વિસ્તારથી જાણો આખો મામલો...

આ પણ વાંચો: મહિલા ફેશન ડિઝાઈનરના શરીર પર 100 વાર ચૂપ્પૂથી હુમલો, આંતરડાઓ બાથરૂમમાં ફેંક્યા

7 વર્ષના સંબંધ પછી દગો

7 વર્ષના સંબંધ પછી દગો

અબુ ધાબીના રાષ્ટ્રીય સમાચાર પત્રમાં જણાવવામાં આવ્યું છે કે અલ-એન અમીરાત કાર્યવાહીનું કહેવું છે કે મહિલાની તેના સાથીની હત્યાની શંકામાં ધરપકડ કરવામાં આવી છે. બંનેનો સંબંધ 7 વર્ષ જૂનો હતો. પુરુષે મોરોક્કોની બીજી મહિલા સાથે લગ્ન કરવાની યોજના બનાવી હતી, ત્યારપછી મહિલાએ આ પગલું ભર્યું. ખલીઝ ટાઈમ્સ અનુસાર, કાર્યવાહી પક્ષ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને પ્રેમીના ટુકડે ટુકડા કરી નાખ્યા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે મજૂરોને તેનું માંસ ખવડાવ્યા પછી તેને બાકીના ટુકડા કુતરાઓને આપી દીધા.

બ્લેન્ડરથી લાશને પીસી અને ટ્રેડિશનલ ડીશ બનાવી

બ્લેન્ડરથી લાશને પીસી અને ટ્રેડિશનલ ડીશ બનાવી

ડેલી મેલમાં છપાયેલી ખબર અનુસાર અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહિલાએ પહેલા બોડીના ટુકડા કર્યા ત્યારપછી તેને બ્લેન્ડર ઘ્વારા પીસીને બારીક કર્યા. ત્યારપછી મહિલાએ ચોખા સાથે તેની બિરયાની બનાવી અને નજીકમાં રહેતા મજૂરોને ખવડાવી દીધી. મહિલાએ બિરયાની જેવી ટ્રેડિશનલ ડીશ તૈયાર કરી, જેમાં બારીક માંશને ચોખા સાથે બનાવવામાં આવે છે.

બ્લેન્ડરમાં દાંત મળતા આખો મામલો સામે આવ્યો

બ્લેન્ડરમાં દાંત મળતા આખો મામલો સામે આવ્યો

ત્રણ મહિના જૂની આ ઘટના ત્યારે સામે આવી જયારે ઘણા દિવસો સુધી મૃતક નહીં દેખાવવા પર તેનો ભાઈ તેને શોધવા માટે નીકળી પડ્યો. શોધખોળ દરમિયાન મૃતકના ભાઈને આરોપી મહિલાના બ્લેન્ડરમાં એક દાંત મળ્યો. ત્યારપછી તેને મહિલા સામે ફરિયાદ નોંધાવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X