કોબ્રાને જીભ પર કરડાવતો વીડિયો બનાવ્યો, આવો અંઝામ આવ્યો

ઉત્તરપ્રદેશના સહારનપુરમાં એક યુવક સાથે જે બન્યું તે ફક્ત હેરાન કરે તેવી જ નહીં પરંતુ હચમચાવી નાખે તેવું છે.

ઉત્તરપ્રદેશના સહારનપુરમાં એક યુવક સાથે જે બન્યું તે ફક્ત હેરાન કરે તેવી જ નહીં પરંતુ હચમચાવી નાખે તેવું છે. હકીકતમાં, યુવકને સાપને પકડવાનો અને પોતાને કરડાવવાનો શોખ હતો. ગુરુવારે પણ યુવકે સાપને પકડ્યો હતો અને તેની સાથે રમતી વખતે તેનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન યુવકે ઝેરીલા સાપને પોતાની જીભ પર ડંખ મરાવ્યો. ડંખ લાગ્યા પછી યુવક બેહોશ થઈ ગયો હતો. જ્યારે બેભાન થઈ જતાં પરિવારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો, જ્યાં થોડા સમય પછી તેનું મોત નીપજ્યું.

કરડાવ્યા પછી યુવક જમીન પર પડી ગયો

કરડાવ્યા પછી યુવક જમીન પર પડી ગયો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સહારનપુર જિલ્લાના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છૂટ્મલપુરનો રહેવાસી વસીમ (35) સાપને જીભ પર કરડાવતો હતો. ગુરુવારે તેણે કોબ્રા સાપને પકડ્યો હતો અને ત્યારબાદ તેને તેના સાથીની સામે સાપને પોતાની જીભ પર કરડાવ્યો. સાપના કરડ્યા પછી થોડા સમય સુધી વસીમ સાપને પકડીને ઉભો રહ્યો. ત્યારપછી તે બેભાન થઈને જમીન પર પડી ગયો. તેને જલ્દી જલ્દી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

સોશ્યિલ મીડિયા પર વીડિયો વાયરલ થયો

સોશ્યિલ મીડિયા પર વીડિયો વાયરલ થયો

વસીમ ઘ્વારા સાપને પકડવા અને કરડાવતો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વસીમ ઝેરી કોબ્રા સાપને પકડીને તેની સાથે રમતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તેણે પોતાને કોબ્રા સાપથી કરડાવ્યો હતો.

વસીમને સાપ પકડવાનો શોખ હતો

વસીમને સાપ પકડવાનો શોખ હતો

વસીમના આ ખતરનાક શોખે તેનો જીવ લીધો. વસીમના મોત બાદ તેના ઘરે માતમ છે. વસીમના મિત્રો કહે છે કે તેને સાપને પકડવાનો અને તેની જીભ પર કરડાવવાનો શોખ હતો. તે હંમેશા ઝેરી સાપોથી પોતાને કરડાવતો હતો.

આ પણ જુઓ: Video: સાપને ખાવાનું નહીં મળ્યું, તો પોતાને જ ગળી ગયો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X