લોનાવાલા: નશામાં ધૂત યુવક 400 ફૂટ નીચે ખાઈમાં પડ્યો, લાશ મળી

Posted By:
Subscribe to Oneindia News

મહારાષ્ટ્રમાં પુણે પાસે લોનાવાલા માં મિત્રો સાથે ફરવા આવેલા 23 વર્ષના યુવાનની લાયન્સ પોઇન્ટ વિસ્તારમાં 400 ફૂટ ઊંડી ખાઈમાં પડીને મૌત થઇ ચુકી છે. આ ઘટના રવિવારની રાત્રે લગભગ 1 વાગ્યે થયી છે. ઘટના વિશે જાણકારી મળ્યા પછી લોનાવાલા પોલીસ અને શિવદૂર્ગ રેસ્ક્યુ ટીમ જગ્યા પર પહોંચી 400 ફૂટ નીચે ખાઈ માંથી શિવદૂર્ગ રેસ્ક્યુ ટીમ ઘ્વારા યુવકનું શવ બહાર કાઢવામાં આવ્યું. યુવકનું નામ નચિકેત પવાર બતાવવામાં આવી રહ્યું છે.

lonavala

મહારાષ્ટ્ર ના હિંગોલી પરિસર થી પોતાના ચાર મિત્રો સાથે નચિકેત પવાર લોનાવાલા ફરવા આવ્યો હતો. રવિવારે મોડી રાત્રે નશાની હાલતમાં નચિકેત લોનાવાલા લાયન્સ પોઇન્ટ પાસે પહોંચ્યો. આ પોઇન્ટ પર નચિકેત પવાર સુરક્ષા રેલિંગની આગળ જઈને ઉભો થઇ ગયો.

દારૂના નશામાં હોવાને કારણે નચિકેત પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને 400 ફૂટ નીચે ખાઈમાં પડી ગયો. આ ઘટનામાં નચિકેત ની મૌત થઇ ચુકી છે. નચિકેત પવારના મિત્રો ઘ્વારા આ ઘટના વિશે લોનાવાલા પોલીસને જાણકારી આપવામાં આવી. જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયી. બીજા દિવસે સોમવારે શિવદૂર્ગ રેસ્ક્યુ ટીમને શવ બહાર કાઢવા માટે બોલાવવામાં આવ્યા હતા. શિવદૂર્ગ રેસ્ક્યુ ટીમે 400 ઊંડી ખાઈમાં ઉતરીને શવ બહાર કાઢ્યું.

English summary
A Youth fell four hundred feet ditch pune

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.