વિદ્યાર્થીઓને ભેટ, રૂ. 1132માં મળશે આકાશ-2

આ વર્ષના અંત સુધીમાં એક લાખ વિદ્યાર્થીઓને આ ટેબલેટ માત્ર 1132 રૂપિયામાં મળશે. જો કે, તેની બજાર કિંમત 2999 રૂપિયા છે. અત્યાસુધી આ ટેબલેટના 55 લાખ સેટ તૈયાર થઇ ચૂક્યા છે.
આકાશ-1માં યુટ્યુબથી વીડિયો ડાઉનલોડ કરવા અને એન્ડ્રોઇડની એપ્લીકેશન ડાઉનલોડ કરવી મુશ્કેલ હતી, જે આકાશ-2માં આ સુવિધાઓ સંભવ હશે. આકાશ-2માં પ્રોસેસર વધારે ક્ષમતાનું લગાવાયું છે, જેનાથી તેની વારંવાર હેંગ થવાની સમસ્યા ખત્મ થઇ ગઇ છે. સાથે જ બેટરી બેકઅપને પણ ઉમદા કરવામાં આવ્યું છે. પહેલાની પપેક્ષા કરતા આકાશ-2ની બેટરી ત્રણ કલાક વધારે કામ કરશે.
આકાશ-1ની સરખામણીએ આકાશ-2માં આટલી નવી બાબતો છે. સાત ઇંચનું ડિસ્પ્લે, સેન્સેટિવ ટચસ્ક્રીન, એન્ડ્રોઇડ 2.3 ઓપરેટિંગ સિસ્ટમ, 700 મેગાહર્ટ્ઝ કોર્ટેક્સ પ્રોસેસર, 3200 એમએએચ બેટરી પાવર, વાઇ-ફાઇ, જીપીઆરએસ, એક જીબી રેમ છે.












Click it and Unblock the Notifications
