આમ આદમી પાર્ટીએ રાજસ્થાનમાં સંગઠન વિસ્તાર્યું, જાણો કેજરીવાલનો માસ્ટર પ્લાન

આમ આદમી પાર્ટીએ શહેરો સાથે સાથે ગામડાઓમાં પણ પોતાની પકડ મજબુત કરવાનું શરુ કરી દીધું છે. રાજસ્થાનમાં આમ આદમી પાર્ટી દ્વારા ગ્રામ્ય સ્તર પર સંગઠન ઉભું કરી દીધું છે.

આમ આદમી પાર્ટીમાં 4579 સર્કલ પ્રેસિડેન્ટ, 39 બ્લોક પ્રેસિડેન્ટ, 266 જિલ્લા અને સોશિયલ મીડિયા ટીમ કોઓર્ડિનેટર સહિત કુલ 5026 કાર્યકરો, રાજ્ય કક્ષાએ 27 અને લોકસભા સ્તરે 4ની વિવિધ પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ રાજસ્થાનમાં 6223 કાર્યકરોને વિવિધ જવાબદારીઓ આપીને પાર્ટી અને સંગઠનની તાકાત વધારવાનું કામ કર્યું છે.

AAP

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવીન પાલીવાલે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનું સંગઠન રાજ્યના ગામ ધાનીમાં જોરદાર ઝડપે પહોંચી રહ્યું છે. ત્રીજા તબક્કામાં અમે સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં કાર્યકરોને અલગ-અલગ જવાબદારીઓ આપીને સંગઠનનું મજબૂત માળખું બનાવ્યું છે.

સંગઠનમાં અત્યાર સુધીમાં 6223 લોકોને જવાબદારી સોંપવામાં આવી છે. રાજસ્થાનમાં મજબૂત સંગઠન બન્યા બાદ પાર્ટી સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં આવી ગઈ છે. પાલીવાલે જણાવ્યું હતું કે, અમારા રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ સતત રાજસ્થાનની મુલાકાત લઈ રહ્યા છે અને સંગઠનની પ્રવૃત્તિઓમાં સામેલ થઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પાલીવાલે જણાવ્યું કે, 27 મેના રોજ રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ સંદીપ પાઠક જયપુર આવશે અને તમામ નવનિયુક્ત પદાધિકારીઓને શપથ લેવડાવશે.

સંદીપ પાઠકના કાર્યક્રમ બાદ 20 દિવસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાશે. પાલીવાલે દાવો કર્યો હતો કે, આમ આદમી પાર્ટીના સંગઠન વિસ્તરણથી રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપની ચિંતા વધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X