ADR રિપોર્ટ: AAP અને બીઆરએસને મળ્યું સૌથી વધારે દાન, જાણો બાકી પાર્ટીઓની હાલત
ADR Report: રાજનીતિક પાર્ટીઓને છેલ્લા બે વર્ષમાં 2021-2022 માં કેટલા ફંડ દાનમાં મળ્યુ છે.? એડીઆરે પોતાના રિપોર્ટમાં તેને લઇને ખુલાસો કર્યો છે. આ વખતે આમ આદમી પાર્ટીને સારી માત્રમાં ફંડ મળ્યુ છે.. તો ઘણી એવી પાર્ટીઓ પણ છે. જેને દાન અંગે જાહેરાત નથી કરી. આવો જાણીએ કઇ પર્ટીને કેટલુ દાન મળ્યુ છે.

એડીઆરે સોમવારે કહ્યુ કે, 26 પ્રાદેશિક પક્ષોને 2021-22 દાન રૂપે કુલ 189 કરોડ રૂપિયા મળ્યા છે. જેમાથી 85 ટકા ફક્ત AAP, જેડીયુ અને સપા સહિતના પાંચ પાર્ટીઓને મળ્યા છે. આ રકમમાં 20,000 રૂપિયાથી વધારે અને ઓછુ બંને પ્રકારના દાનનો સમાવેશ કરવામાં વ્યો છે.
AAP અને બીઆરએસ માલામાલ
પ્રાદેશિક પક્ષોમાં બીઆરએસ અે આમ આદમી પાર્ટીને સર્વાધિક દાન મળ્યુ છે. ADR ની રિપોર્ટ અનુસાર કેસીઆરની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ( BRS) ને સોથી વધારે દાન મળ્યુ છે. આ પાર્ટીઓની કુલ 14 દાનોથી 40.90 કરોડ રૂપિયા મળ્યા છે. તો બીજી તરફ પ્રાદેશિક પક્ષ આમ આદમી પાર્ટીે 38.243 કરોડ રૂપિયાનું દાન મળ્યુ છે. આ આકંડકો વર્ષ 2021-22 નો છે. જ્યારે આમ આદમી પાર્ટી ક્ષે્ત્રીય પાર્ટી હતી. જ્યારે વર્ષ 2023 માં આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી ચૂક્યો છે.
JDU ત્રીજા નંબર પર
દાન મેળવવાના મામલે JDU ત્રીજા નંબર પર છે. જેડીયુને 33.26 કરોડ રૂપિયા દાન મળ્યુ છે. જો કે જેડીયુએ દાનમાં ઘટાડાની જાહેરાત કરી છે.
સપા અને વાઇએસઆર-કોગ્રેસ
ADR ની રિપોર્ટ અનુસાર સપા અને વાઇએસઆર કોગ્રેસને ક્રમશ:29.80 કોરડ અને 20 કરોડ રૂપિયા મળ્યા હોવાની જાહેરાત કરી છે.
તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશના લોકોએ આપ્યો સૌથી વધારે દાન
તમામ રાજ્યોમાં તમિલ નાડુના લોકોને સૌથી વધારે 5.55 લાખ રૂપિયા રોકડ દના આપ્યુ છે. ત્યાર બાદ અરુણાચલ પ્રદેશના લોકોએ 5,000 રૂપિયા દાન આપ્યુ છે.
આ પાર્ટીઓે નથી કરી દાનની જાહેરાત
એડીઆર દ્વારા બહાર પાડવામાં આવેલ રિપોર્ટ અનુસાર AIADMK,BJD,NDPP,SDF,AIFB, PMK અને JKNC દ્વારા નાણાંકીય વર્ષ 2021-22 માટે કોઇ જ પ્રકારના દાનની જાહેરાત નથી કરી. આ પાર્ટીઓએ 20 હજારથી વધારે કોઇ દાન નહી મળવાની જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
