For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક સમયે કુમાર વિશ્વાસે કહ્યું હતું કે 'દિલ્હીની ગાદી પર બિરાજશે મોદી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 જાન્યુઆરી: આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ અમેઠીમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ લડવાની તૈયારીમાં છે. એક સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરનાર કુમાર વિશ્વાસે આજે નરેન્દ્ર મોદી વિરૂદ્ધ મોરચો માંડ્યો છે.

2009no એક વીડિયો સામે આવ્યો છે જેમાં 'આપ'ના નેતા કુમાર વિશ્વાસ મંચ પરથી નરેન્દ્ર મોદીના ગુણગાન કરતાં જોવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં કવિ કુમાર વિશ્વાસ સંપૂર્ણ પણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રંગમાં મોદી ભક્ત જોવા મળી રહ્યાં છે.

આ વીડિયોમાં જોવા મળતું દ્રશ્ય ગુજરાતમાં આયોજિત એક કવિ સંમેલનનું છે. કુમાર વિશ્વાસ આ કવિ સંમેલનમાં મંચનું સંચાલન કરતાં જોવા મળી રહ્યાં છે. આ કવિ સંમેલનમાં નરેન્દ્ર મોદી પોતાની પ્રશંસા સાંભળીને મંદ મંદ હસતાં જોવા મળી રહ્યાં છે.

modi-vishwas

મોકાનો ફાયદો ઉઠાવતાં કુમાર વિશ્વાસે મંચ પરથી નરેન્દ્ર મોદીના ગુણગાણ કરવામાં કોઇ કસર છોડી ન હતી. કુમાર વિશ્વાસે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી તાળીઓ વગાડવાવાની કોઇ તક છોડી ન હતી. આટલું જ નહી મંચ પરથી કુમાર વિશ્વાસે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દિલ્હીની ગાદી પર જોવા મળશે.

લખનઉની પત્રકાર પરિષદમાં જ્યારે કુમાર વિશ્વાસને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમને સ્વિકાર્યું કે તે નરેન્દ્ર મોદીના પ્રશંસક રહ્યાં છે અને તેમને ભાજપને વોટ પણ આપ્યો છે, પરંતુ તેમને કહ્યું હતું કે તે જુની વાત છે અને તે સમયે તે રાજકારણમાં ન હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં ભ્રષ્ટાચારને લઇને જનાંદોલનની શરૂઆત થઇ અને ત્યાર બાદ કુમાર વિશ્વાસ પહેલાં અણ્ણા હઝારેના સહયોગીની જેમ જોવા મળ્યા પછી આપ પાર્ટીમાં મુખ્ય સભ્ય તરીકે. આમ આદમી પાર્ટીએ કુમાર વિશ્વાસને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સામે ઉતારીને તેમને ઇજ્જત તો આપી દિધી છે પરંતુ કવિ તરીકે જે ટિપ્પણીઓ કુમારે વિશ્વાસે કરી હતી તે બધી એક પછી એક વિશ્વાસની સામે આવી રહી છે.

English summary
During a Kavi Sammelan in 2009 Kumar Vishwas was praising Narendra Modi and was expecting that one day he (Modi) will be the prime minister of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X