For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ ચૂંટણી લડશે 'આપ'ના રાજમોહન ગાંધી?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી: આમ આદમી પાર્ટીએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ટક્કર આપનાર નેતા શોધી લીધો છે! મળતી માહિતી મુજબ પાર્ટી 2014ની લોકસભાની ચૂંટણીમાં મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીને નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડાવવા માટે મનાવવાનો પુરતો પ્રયત્ન કરી રહી છે અને આ લગભગ નક્કી જેવું છે કે પાર્ટી તેમને નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ઉતારશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 78 વર્ષના રાજમોહન ગાંધી શુક્રવારે જ આપમાં જોડાયા છે. રાજમોહન ગાંધી લેખક અને શિક્ષાવિદ છે. તે મહાત્મા ગાંધીના નાના પુત્ર દેવદાસ ગાંધીના પુત્ર છે.

બીજી તરફ ભાજપે હાલમાં નક્કી કર્યું નથી કે તે નરેદ્ર મોદીને કયા વિસ્તારમાંથી લોકસભાની ચૂંટણીમાં ઉતારશે, પરંતુ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ એમ કહી ચૂક્યાં છે કે નરેન્દ્ર મોદીનું ચૂંટણી લડવાનું નક્કી છે.

namo-speech-44

આમ આદમી પાર્ટીએ 16 ફેબ્રુઆરીના રોજ આ સામાન્ય ચૂંટણી માટે 20 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કુમાર વિશ્વાસને અમેઠીથી ટિકીટ આપવામાં આવી છે જ્યાંથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યાં છે.

આમ આદમી પાર્ટી શુક્રવારે જ લોકસભાની ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી રહી છે. તેમાં દિલ્હીના બાકી રહી ગયેલી પાંચ લોકસભાની સીટોમાંથી દિલ્હીની એક સીટ નોર્થ ઇસ્ટના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે. પાર્ટીના સૂત્રોનું માનીએ તો આ યાદીમાં સૂફી ગાયક રબ્બી શેરગિલનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે.

પાર્ટી દેશભરમાં લગભગ 20થી વધુ સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે. જેમાં દિલ્હીની નોર્થ ઇસ્ટ માટે પાર્ટીના વરિષ્ઠ નેતા અને બાબરપુર વિધાનસભા પરથી ચૂંટણી લડી ચૂકેલા ગોપાલ રાયના નામની ચર્ચા ચાલી રહી છે. આ સાથે જ પાર્ટીની સીનિયર લીડર અને મુસ્લિમ ફેસ શાજિયા ઇલ્મીનું નામ પણ અંદર ખાને ચાલી રહ્યું છે.

English summary
Aam Aadmi Party has decided to make lives of big leaders of other parties by fielding formidable candidates against them in the upcoming parliamentary elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X