આપના ધારાસભ્યોએ કેજરીવાલને કહ્યું: ભાજપ અથવા કોંગ્રેસના સમર્થનથી ફરીથી સરકાર બનાવો

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 મે: રાષ્ટ્રીય રાજધાનીમાં લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ આમ આદમી પાર્ટી (આપ)ના કેટલાક ધારાસભ્યોએ શનિવારે ભાજપ અથવા કોંગ્રેસના સમર્થનથી દિલ્હીમાં ફરીથી એકવાર સરકાર બનાવવાની ભલામણ કરી છે.

કહેવામાં આવે છે કે અરવિંદ કેજરીવાલ સહિત કેટલાક ટોચના નેતાઓ સાથે બેઠકમાં આપના લગભગ 20 ધારાસભ્યોએ નેતૃત્વને કહ્યું કે પાર્ટીને સરકાર બનાવવાનો ફરીથી પ્રયત્ન કરવો જોઇએ.

સૂત્રોએ જણાવ્યું હતું કે ધારાસભ્ય રાજેશ ગર્ગે ફેબ્રુઆરીમાં 49 દિવસોમાં સરકારમાંથી રાજીનામું આપવાના અરવિંદ કેજરીવાલના નિર્ણયને લોકસભા ચૂંટણીમાં આપના ખરાબ પ્રદર્શનનું મુખ્ય કારણ ગણાવતાં આ વિચાર મૂક્યો છે. માનવામાં આવે છે કે રોહિણીના ધારાસભ્યએ કહ્યું કે પાર્ટીએ સરકાર બનાવવા પર વિચાર કરવો જોઇએ જેથી જનતાને આ નિર્ણયથી લાભ મળે.

-arvind

આપના એક ધારાસભ્યએ કહ્યુ, 'બેઠકમાં હાલના આપના લગભગ 20 ધાસભ્યોએ આ પ્રસ્તાવનો સકારાત્મક રીતે સ્વાગત કર્યું. અરવિંદ કેજરીવાલ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ ધારાસભ્યોના વિચાર સાંભળ્યા પરંતુ ટિપ્પણી કરી નહી. ધારાસભ્યોએ આ અંગે ફેંસલો રાજકીય મુદ્દાઓની સમિતિ પર છોડી દિધો.'

આ દરમિયાન આપ ધારસભ્યના પ્રસ્તાવના સમાચારની પ્રતિક્રિયા આપતાં દિલ્હી કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મુકેશ શર્માએ કહ્યું, 'કેજરીવાલે દિલ્હીની જનતાને દગો આપ્યો અને જો આ પાર્ટી ફરીથી સરકાર બનાવવાનો પ્રયત્ન કરે છે તો કોંગ્રેસ તેમને સમર્થન આપવા વિશે વિચારી રહી નથી.'

English summary
After its drubbing in Lok Sabha elections in the national capital, some AAP MLAs on Saturday mooted the proposal for the party to once again form the government in Delhi, with support from either the BJP or Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X