For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં 'આપ'નો નવો ફોર્મૂલો, કેજરીવાલ બનશે સીએમ!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 ડિસેમ્બર: દિલ્હીની પ્રજાએ કોઇપણ પાર્ટીને સ્પષ્ટ બહુમતિ ના આપતાં અસમંજસની સ્થિતી પેદા કરી દિધી છે. કોઇ પાર્ટી દિલ્હીમાં સરકાર બનાવવાની સ્થિતીમાં નથી. 32 સીટો પ્રાપ્ત કરવા છતાં ભાજપ તોડજોડની સાથે સરકાર બનાવવા માંગતી નથી. ભાજપના સીએમ પદના ઉમેદવાર અને ધારાસભ્ય દળના નેતા ડૉ. હર્ષવર્ધને ઉપરાજ્યપાલે ના કરી દિધી છે અને કહ્યું છે કે કે તેમને જનતા પાસેથી બહુમત મળ્યો નથી એટલા માટે તે દિલ્હીમાં સરકાર બનાવશે નહી.

અત્યાર સુધી કોઇપણ પાર્ટી પાસેથી સમર્થન નહી લેવાની રટ લગાવનાર આમ આદમી પાર્ટીના વલણમાં અચાનક પરિવર્તન આવી ગયું છે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના ઘરે બેઠક ચાલી રહી છે. અંદરખાનેથી સમાચાર મળી રહ્યાં છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં અલ્પમતની સરકાર બનાવવા જઇ રહી છે. અરવિંદ કેજરીવાલના ઘરે ધારાસભ્યોની બેઠક ચાલી રહી છે. પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે પણ પત્રકારોને જણાવ્યું હતું કે સરકાર બનાવવા માટે બધા વિકલ્પો પર વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે.

જો કે ઉપ રાજ્યપાલે આમ આદમી પાર્ટીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. ઉપ-રાજ્યપાલના આમંત્રણ બાદ આમ આદમી પાર્ટી અલ્પમતની સરકાર બનાવવા પર વિચાર કરી રહી છે. જો કે કુમાર વિશ્વાસે એ વાતનું પુનરાવર્તન કર્યું છે કે તેમની પાર્ટી ભાજપ અને કોંગ્રેસ પાસેથી કોઇપણ કિંમતે સમર્થન લેશે નહી. તો પાર્ટી નેતા સંજય સિંહે ઇશારો કર્યો છે કે ભાજપ પોતાના દાયિત્વથી પાછી પાની કરી રહી છે અને ઉપ-રાજ્યપાલે અમને બોલાવ્યા છે તો અમે ચર્ચા કરી રહ્યાં છીએ કે કેવી રીતે અમે સરકાર બનાવીએ.

arvind-kejriwal-610

શું હશે આપનો નવો ફોર્મૂલો
જો આમ આદમી પાર્ટી અલ્પમતમાં સરકાર બનાવે છે તો આપનો ફોર્મૂલો છે કે તે જનતા વચ્ચે એ સંદેશો મોકલી શકે કે ભાજપ 32 સીટો જીતવા છતાં સરકાર બનાવવાની હિંમત ન કરી શકી અને તેમને 28 સીટો જીત્યા બાદ પણ સરકાર બનાવી. તેની પાછળ તેનો હેતુ હશે કે જો અલ્પમતની સરકાર બનાવ્યા પછી ભાજપ અથવા કોંગ્રેસ કોઇપણ તેમની સરકાર ધરાશય કરવાનો પ્રયત્ન કરે છે કે તો દોષ સીધો તે પાર્ટી પર ઠાલવવામાંઆવશે. અને જો આમ થયું તો દિલ્હીના તમામ યુવાનો અને આપ કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી બનાવવાની ઇચ્છા પુરી થઇ જશે.

English summary
Aam Aadmi Party will bring new formula for Delhi Assembly and give the government to the state with this new formula. In that case Arvind Kejriwal will be the CM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X