For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખા દેશમાં લોકસભાની ચૂંટણી લડશે આપ: પ્રશાંત ભૂષણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જાન્યુઆરી: દિલ્હીમાં જીત અને સરકાર બનાવ્યા બાદ અરવિંદ કેજરીવાલની નજર હવે લોકસભાની ચૂંટણી પર છે. લોકસભાની ચૂંટણીને લઇને રણનિતી નક્કી કરવા માટે આજે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક થઇ છે. કાર્યકારિણીની બેઠક બાદ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું હતું કે વધુમાં વધુ સીટો પરથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે.

સંજય સિંહે કહ્યું હતું કે સીટો પર ઉમેદવાર પછી નક્કી કરવામાં આવશે. તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ફાયદો થશે કે રાહુલને તેનાથી અમારે લેવાદેવા નથી. અમે વિજળી અને પાણીના મુદ્દે ચૂંટણી લડીશું. આગામી એક મહિનામાં સીટોની સમીક્ષા કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના નેતા પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે જનતાના મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવશે. પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે આખા દેશમાં ચૂંટણી લડવામાં આવશે.

આ પહેલાં આપના નેતા યોગેન્દ્ર યાદવે નિવેદન આપ્યું હતું કે અરવિંદ કેજરીવાલને વડાપ્રધાનના રૂપમાં જોવા માંગે છે. સંજય સિંહ અને પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા નથી, પરંતુ પ્રશાંત ભૂષણે સ્વિકાર્યું છે કે અરવિંદ કેજરીવલ જ આપના સૌથી મોટા નેતા છે.

arvind-kejriwal-aap.

આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે બે અઠવાડિયામાં લોકસભાના ઉમેદવારોની યાદી આવશે. બેઠકમાં લોકસભાના ઉમેદવારો ઉપરાંત એ વાતની પણ ચર્ચા થશે કે આમ આદમી પાર્ટી ક્યાં ક્યાંથી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું હતું કે પ્રથમ યાદી દસથી પંદરમાં આવી જશે.

પત્રકારો સાથેની વાતચીતમાં આપના નેતા યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે દેશના લોકો પાસે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી સિવાય વડાપ્રધાન પદ માટે સારો વિકલ્પ છે. યોગેન્દ્ર યાદવને પૂછવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન પદના રૂપમાં જોવા માંગશે, તો તેમને કહ્યું હતું કે ' અમે વારંવાર કહ્યું છે કે વડાપ્રધાન પદ માટે રાહુલ ગાંધી અને મોદીની લડાઇ દુર્ભાગ્યપૂર્ણ છે દેશની પાસે તેનાથી સારો વિકલ્પ છે.

આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની નજર હરિયાણા અને ઉત્તરાખંડ જેવા નાના રાજ્યો પર રહેશે. તાજેતરમાં જ પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવે હરિયાણાનો પ્રવાસ કર્યો હતો. નાના રાજ્યો ઉપરાંત આમ આદમી પાર્ટી મુખ્ય સીટો પર ઉમેદવારોને ઉતારી શકે છે. પહેલાં જ રાહુલ ગાંધીના મતવિસ્તાર અમેઠી પરથી કુમાર વિશ્વાસને મેદાને ઉતારવાની જાહેરાત કરી ચૂકી છે.

English summary
Contest between UPA, NDA, Third Front and the Aam Party. AAP which made a spectacular debut in Delhi Assembly elections will be contesting at a national level now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X