આરુષિ હત્યાકાંડમાં કોંસ્ટેબલનો ચોંકાવનારો ખુલાસો!

દાતારામે કોર્ટેને જણાવ્યું કે તેઓ ડો. રાજેશ તલવાર તરફથી પોલીસ સ્ટેશનમાં સૂચિત કરી દેવાયા બાદ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યા તેઓ રૂમમાં પહોંચ્યા તો આરુષિનો મૃતદેહ બેડ પર લોહીમાં લતપત પડ્યો હતો. તેનું ગળુ કપાયેલું હતું અને તકીયો અને બેડશીટ ખુનથી લથપત હતો. માથાની પાછળની દીવાર પર લોહીના છાંટા હતા. આરુષિનું લોઅર કંઇક નીચેની તરફ હતું અને તેનું નાડુ ખુલ્લુ હતું, જ્યારે તેનું ટોપ પણ ઉપરની તરફ હતું. રૂમમાં સામાન વ્યવસ્થિત હતો.
તેઓ ધાબા તરફ પણ ગયા હતા, પરંતુ અગાસી તરફ જવાના દરવાજે તાળુ લગાવેલું હતું, ત્યાં પણ ખુન લાગેલું હતું. તેમણે જ્યારે તાળાની ચાવી માગી તો ડો. રાજેશ તલવારે ચાવી નહીં હોવાનું કહી હેમરાજના ફરાર થઇ જવાની વાત કહી હતી. ત્યારબાદ તેઓ ત્યાથી પરત આવી ગયા હતા.
જુબાની લીધા બાદ કોર્ટે સાક્ષીઓની ગુરુવારે ઉલટ તપાસ કરવાના આદેશ આપ્યો છે. બુધવારે ડો. તલવાર દંપતિ કોર્ટમાં હાજર થયા. આ દરમિયાન સીબીઆઇના વરિષ્ઠ લોક અભિયોજક આર.કે. સૈની, બી.કે. સિંહ અને બચાવ પક્ષના અધિવક્તા મનોજ સિસોદિયા પણ કોર્ટમાં હાજર હતા.












Click it and Unblock the Notifications
