For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અભય દેઓલે ભાઈ સની દેઓલની જીત પર કંઈક આવું કહ્યું

લોકસભા 2019ની ચૂંટણી દેઓલ પરિવાર માટે બમણી ખુશી લઈને આવી છે, જ્યાં એક બાજુ અભિનેતા ધર્મેન્દ્રની પત્ની હેમા માલિનીએ ફરીથી મથુરાથી જીત હાંસલ કરી

|
Google Oneindia Gujarati News

લોકસભા 2019ની ચૂંટણી દેઓલ પરિવાર માટે બમણી ખુશી લઈને આવી છે, જ્યાં એક બાજુ અભિનેતા ધર્મેન્દ્રની પત્ની હેમા માલિનીએ ફરીથી મથુરાથી જીત હાંસલ કરી, અને બીજી તરફ તેમના મોટા પુત્ર સન્ની દેઓલ, જે પહેલીવાર ચૂંટણીના રણમાં ઉતર્યા હતા, તેઓએ ગુરદાસપુરથી બમ્પર જીત મેળવી છે, બંનેએ ભાજપની ટિકિટ પર સફળતા મેળવી છે, આવામાં દેઓલ પરિવાર બમણી ખુશી મનાવવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો: જ્યારે સની દેઓલને પૂછ્યું- ક્લાસમાં ભણવામાં ઓછું છોકરીઓમાં વધારે ધ્યાન આપતા?

અભયે સન્ની દેઓલની દિલ ખોલીને પ્રશંસા કરી

અભયે સન્ની દેઓલની દિલ ખોલીને પ્રશંસા કરી

સની દેઓલ જીત પર તેના પિતરાઇ ભાઇ અભય દેઓલે ખુશી વ્યક્ત કરી છે, પીટીઆઈ સાથે વાત કરતા અભયે સન્ની દેઓલની દિલ ખોલીને પ્રશંસા કરી છે. અભયે કહ્યું કે સન્ની ખૂબ ગંભીર અને કોમળ વ્યક્તિ, તે હંમેશા સારા કામ કરવા માંગે છે અને તે હંમેશાં સમાજ માટે વધુ સારું કરવાનો પ્રયાસ કરે છે, આજ કારણ છે કે તેમને રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો.

અભયે કહ્યું કે સન્નીને ધગસ છે

અભયે કહ્યું કે સન્નીને ધગસ છે

અભયે જણાવ્યું હતું કે સન્નીને ધગસ છે કે લોકો સાથે જે પણ થાય તે સારું જ થાય, રાજકારણ ચોક્કસપણે એક અલગ રમત છે અને આપણે કોઈ પોલિટિશિયન પણ નથી, પરંતુ મને લાગે છે કે સન્ની સારી કામગીરી કરશે, મને આનંદ છે કે તેઓએ રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો છે, જ્યારે તમે તમારા દિલમાં સારું વિચારો છો, તમારી નિયત સારી હોય તો તમને ચોક્કસપણે રસ્તો મળે છે અને સન્નીનું દિલ પણ ઘણું સારું છે.

સન્નીએ કોંગ્રેસના સુનિલ જાખડને 82459 મતોથી હરાવ્યો

સન્નીએ કોંગ્રેસના સુનિલ જાખડને 82459 મતોથી હરાવ્યો

અહીં તમને જણાવી દઈએ કે સન્નીએ ગુરદાસપુરમાં સુનિલ જાખડને 82459 મતોથી હરાવ્યા, અને જીત પછી સન્નીએ કહ્યું હતું કે હવે મારો એક જ હેતુ છે કે મને જે જીત મળી છે તેના બદલામાં હું કામ કરું. મારા વિસ્તારને વધુ સારો બનાવી શકું. આ જ મારી જવાબદારી છે. લોકોએ જે પ્રેમ આપ્યો છે તેનાથી ખૂબ ખુશ છું. હું અહીં કોઈ ઇરાદાથી નહોતો આવ્યો, ફક્ત મારુ કામ કરીશ.

ગુરદાસપુરની લોકસભા બેઠક ભાજપનું ગઢ રહી છે

ગુરદાસપુરની લોકસભા બેઠક ભાજપનું ગઢ રહી છે

જણાવી દઈએ કે ગુરદાસપુરની લોકસભા બેઠક ભાજપનું ગઢ રહી છે અને આ પહેલા વિનોદ ખન્નાએ 1998, 1999, 2004 અને 2014 માં જીત મેળવી હતી. વિનોદ ખન્નાએ છેલ્લી વાર 1,36,065 મતોથી જીત મેળવી હતી. જો કે, 27 એપ્રિલ, 2017 ના રોજ વિનોદ ખન્નાના નિધન પછી, આ બેઠકમાં ઉપચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર સુનિલ જાખડને અહીં રેકોર્ડ મતોથી જીત મળી હતી.

English summary
Abhay Deol said something like this on the victory of brother Sunny Deol
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X