For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકે અભિનંદન પર ગુજાર્યા ઘણા જુલમ, દેશના રાઝ જાણવા આ રીતે કર્યા ટોર્ચર

વિંગ કમાંડર અભિનંદનને માત્ર મારવામાં નથી આવ્યા પરંતુ તેમને સૂવા પણ નહોતા દીધા.

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ)ના પાયલટ વિંગ કમાંડર અત્યારે દેશના હીરો છે. વિંગ કમાંડર અભિનંદન એ ટીમનો હિસ્સો હતા જેણે 27 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરમાં દાખલ થયેલા પાકિસ્તાન એરફોર્સના ફાઈટર જેટ્સને ખદેડ્યુ હતુ. અભિનંદને પોતાના મિગ-21થી પાકિસ્તાનના જેટ એફ-16ને તોડી પાડ્યુ હતુ. પરંતુ આના કારણે તે પાકના કબ્જાવાળા કાશ્મીરમાં જઈ પહોંચ્યા હતા. અભિનંદનને પાકને પોતાના કબ્જામાં લઈ લીધી હતુ. એક માર્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના આદેશ બાદ અભિનંદન સ્વદેશ પાછા પહોંચ્યા છે. પાક સેનાના કબ્જાવાળા તેમના 52 કલાક ઘણા દર્દનાક રહ્યા. વિંગ કમાંડર અભિનંદનને માત્ર મારવામાં નથી આવ્યા પરંતુ તેમને સૂવા પણ નહોતા દીધા. અંગ્રેજી વર્તમાનપત્ર હિંદુસ્તાન ટાઈમ્સ તરફથી આની માહિતી આપવામાં આવી છે.

વિંગ કમાંડની ડિ-બ્રીફિંગ જાહેર

વિંગ કમાંડની ડિ-બ્રીફિંગ જાહેર

વિંગ કમાંડર અભિનંદન અમૃતસરના વાઘા બોર્ડરના રસ્તે ગયા શુક્રવારે સ્વદેશ પાછા આવ્યા હતા. હાલમાં તેમની ડિ-બ્રીફિંગ ચાલી રહી છે. આ ડિ-બ્રીફિંગ સાથે જોડાયેલા અધિકારીઓના હવાલાથી વર્તમાનપત્રને આ વાત લખી છે. અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે વિંગ કમાંડર અભિનંદન જ્યારે જેટથી ઈજેક્ટ થઈને પીઓકેમાં પડ્યુ અને તેને પાકિસ્તાન આર્મીએ પકડી લીધુ. આ દરમિયાન પાકે તેમને ભારતીય સેના વિશે ઘણી સંવેદનશીલ માહિતી મેળવવાની કોશિશ કરી.

પહેલા 24 કલાકોમાં માહિતી મેળવવાની કરી કોશિશો

પહેલા 24 કલાકોમાં માહિતી મેળવવાની કરી કોશિશો

વિંગ કમાંડર અભિનંદનને પાક સેનાએ પહેલા 24 કલાકમાં સૈનિકોની તૈનાતી, હાઈ-સિક્યોરિટી રેડિયો ફ્રિકવન્સી અને સંવેદનશીલ છાવણીઓ વિશે ગોપનીય સૂચનાઓ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતા. પરંતુ ઘણા પ્રયાસો છતાં પણ 35 વર્ષીય વિંગ કમાંડરની હિંમત તૂટી નહિ. અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે વિંગ કમાંડરને સૂવા પણ દીધા નહોતા. ઘણી વાર તો તેમને પાકિસ્તાનની સેનાના જવાનોએ પણ પીટ્યા. જે સમયે તે પાક સેનાના કબ્જામાં હતા તે સમયે ઘણા કલાકો સુધી તેમને ઉભા રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા.

એલઓસી પર સૈનિકોની તૈનાતી જાણવાની કોશિશ

એલઓસી પર સૈનિકોની તૈનાતી જાણવાની કોશિશ

ઘણા મોટા અવાજમાં મ્યૂઝિક વગાડવામાં આવતુ હતુ જેનાથી તે કન્ફ્યુઝ થઈ જાય અને તેમને અસુવિધા થાય. પાક અધિકારીઓએ તેમને એ ફ્રિકવન્સી વિશે માહિતી જાણવાની કોશિશ કરી જેનો ઉપયોગ આઈએએફ મેસેજ મોકલવા, ફાઈટર જેટ્સને ડિપ્લોય કરવા અને લોજિસ્ટિકલ અરેન્જમેન્ટ્સ માટે કરે છે. એરફોર્સના અધિકારીઓની માનીએ તો આઈએએફ પાટલટ્સને એ જણાવવામાં આવે છે કે જો તેમને પકડી લેવામાં આવે તો તેમને સૂચનાઓને કઈ રીતે દુશ્મનોના હાથ લાગવાથી રોકવાની છે.

નાજુક હતા પહેલા 24 કલાક

નાજુક હતા પહેલા 24 કલાક

24 કલાક એટલા માટે ઘણા નાજુક હોય છે કારણકે ત્યારબાદ ડિપ્લોયમેન્ટ્સથી લઈને ફ્રિકવન્સી બદલી દેવામાં આવે છે જેથી કોઈ પણ પ્રકારનો ફાયદો દુશ્મન ના ઉઠાવી શકે. વિંગ કમાંડર અભિનંદને બરાબર એમ જ કર્યુ. આઈએએફની હાલમાં 3થી 4 ટીમો વિંગ કમાંડર અભિનંદનની ડિ-બ્રીફિંગની જવાબદારી સંભાળી રહી છે. અભિનંદનને બેસવા દેવામાં આવ્યા નહોતા અને દરેક સમયે તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. સૂત્રો મુજબ પાકિસ્તાન એરફોર્સ (પીએએફ) વિંગ કમાંડર અભિનંદનને સવાલ કરી રહ્યા હતા પરંતુ તે વધુ સમય પાક સેનાના કબ્જામાં હતા.

ઘાયલ વિંગ કમાંડર કલાકો સુધી ઉભા રહેવા માટે મજબૂર

ઘાયલ વિંગ કમાંડર કલાકો સુધી ઉભા રહેવા માટે મજબૂર

જે સમયે અભિનંદન ઈજેક્ટ થઈને પીઓકેમાં પડ્યા તેના શરૂઆતના કલાકોમાં તેમનો કોઈ પણ ઈલાજ કરવામાં આવ્યો નહોતો. તેમને કલાકો સુધી ઉભા રાખવામાં આવતા હતા. તેમને એ હદે હેરાન કરવામાં આવ્યા હતા કે ક્યારેક તો શ્વાસ પણ નહોતા લઈ શકતા. ત્યાં સુધી કે પાક સેનાના જવાનોએ પણ તેમને પીટ્યા હતા. પાકે આ બધુ વિંગ કમાંડર અભિનંદન પાસેથી ગુપ્ત માહિતી મેળવવા માટે કર્યુ. વિંગ કમાંડર અભિનંદન આનાથી બિલકુલ ન તૂટ્યા અને તેમણે દેશનો એક પણ રાઝ દુશ્મના હાથ ન લાગવા દીધો.

આ પણ વાંચોઃ જીવતો છે જૈશ પ્રમુખ મસૂદ, રિલીઝ કરી ઑડિયો ક્લિપ, પાક સરકારને આપી ધમકીઆ પણ વાંચોઃ જીવતો છે જૈશ પ્રમુખ મસૂદ, રિલીઝ કરી ઑડિયો ક્લિપ, પાક સરકારને આપી ધમકી

English summary
Wing Commander Abhinandan was deprived of sleep, choked and even beaten up by his captors in Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X