For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંઘવી-સિબ્બલે SCમાં 24 કલાકમાં વીડિયોગ્રાફી સાથે ફ્લોર ટેસ્ટની કરી માંગ

એનસીપી અને કોંગ્રેસ તરફથી હાજર થયેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ કે મહારાષ્ટ્રમાં લોકતંત્રની હત્યા થઈ છે. અમારી માંગ છે કે 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમા ચાલી રહેલ ફ્લોર ટેસ્ટવાળા રાજકારણ પર સુપ્રીમ કોર્ટ હવે કાલે ચુકાદો સંભળાવશે. એનસીપી અને કોંગ્રેસ તરફથી હાજર થયેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ કે મહારાષ્ટ્રમાં લોકતંત્રની હત્યા થઈ છે. અમારી માંગ છે કે 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવે. તેમણે સુપ્રીમ કોર્ટમાં માંગ કરી છે કે ફ્લોર ટેસ્ટની વીડિયોગ્રાફી પણ કરાવવામાં આવે.

Kapil Sibal

કપિલ સિબ્બલે કહ્યુ કે અમારી પાસે 154 ધારાસભ્યોનુ સમર્થનનુ સોગંદનામુ છે. જો ભાજપ પાસે બહુમત હોય તો ફ્લોર ટેસ્ટથી કેમ ડરી રહી છે. સુપ્રીમ કોર્ટમાં શિવસેનાનો પક્ષ રાખીને કપિલ સિબ્બલે હૉર્સ ટ્રેડિંગ પર જવાબ આપતા કહ્યુ કે તબેલામાંથી માત્ર ઘોડેસવારથી ભાગ્યો છે. ઘોડા ત્યાંના ત્યાં જ છે. વળી, કેન્દ્ર તરફથી હાજર થયેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ ગર્વનર અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો પત્ર સુપ્રીમ કોર્ટને સોંપ્યો.

સૉલિસિટર જનરલે પૂછ્યુ કે શું અનુચ્છેદ 32 હેઠળ કોઈ અરજીમાં રાજ્યપાલના ચુકાદાને પડકાર આપવામાં આવી શકે છે. રાજ્યપાલે 9 નવેમ્બર સુધી રાહ જોઈ. 10 તારીખે શિવસેનાને પૂછ્યુ તો તેમણે સરકાર બનાવવાની ના પાડી દીધી. 11 નવેમ્બરે રાકાંપાએ પણ ના પાડી દીધી. ત્યારબાદ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યુ. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે તે શિવસેના-રાકાંપા અને કોંગ્રેસ સરકારની રચના માટે બોલાવવા પર અરજી પર વિચાર નથી કરી રહ્યુ. મહેતાએ કહ્યુ કે તેમની પાસે રાજ્યપાલના ચુકાદાની ઑરિજિનલ કૉપી હાજર છે. મહેતાએ અજીત પવારનો પત્ર બેંચને સોંપ્યો અને કહ્યુ કે આમાં 54 હસ્તાક્ષર હાજર છે.

આ પણ વાંચોઃ હૈદરાબાદઃ ચોથા માળની લિફ્ટની શાફ્ટમાં પડ્યો 9 વર્ષનો બાળક, મોતઆ પણ વાંચોઃ હૈદરાબાદઃ ચોથા માળની લિફ્ટની શાફ્ટમાં પડ્યો 9 વર્ષનો બાળક, મોત

English summary
Abhishek Manu Singhvi and Kapil Sibal pushes for immediate floor test in Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X