3 વર્ષમાં ગુજરાતના પાવર મંત્રાલયે કેટલી બચત કરી જાણો

Posted By:
Subscribe to Oneindia News

પાવર મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેમના મંત્રાલય દ્વારા ગત 3 વર્ષોમાં રાજ્ય દીઠ કેવી કેવી કાર્ય સિદ્ધ મેળવવામાં આવી છે તે અંગે જણાવ્યું હતું. જેમાં ગુજરાતમાં ગત ત્રણ વર્ષમાં પાવર મંત્રાલયે સારો લક્ષ્યાંક મેળ્યો છે. ગુજરાતમાં પાવર કાપ ઓછો થવાની સાથે જ ઉજાલા અને સોલર પંપ જેવી નીતિઓએ મહત્વપૂર્ણ લક્ષાંક મેળવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યને પાવરની દ્રષ્ટ્રિએ શું સિદ્ધીઓ મેળવી છે. ગુજરાતમાં એપ્રિલ 2017 દરમિયાન ઊર્જાની તંગી સમાપ્ત થઇ છે. પીક શોર્ટેજ પણ ઓછી થઇ છે સાથે જ ગત ત્રણ વર્ષ દરમિયાન પવાર જનરેશનની ક્ષમતા પણ વધી છે માર્ચ 2014 કરતા માર્ચ 2017માં રાજ્યએ 24044.58 MWનો વધારો મેળવ્યો છે. ઉદ્દય એટલે કે ઉજ્જવલ ડિસ્કોમ એસ્યોરર્ન્સ યોજના હેઠળ રાજ્યએ 6,600 કરોડ રૂપિયાની બચત કરી છે.

piyush goyal

ઉન્નત જ્યોતિ યોજના હેઠળ તેમણે રાજ્યમાં 3.4 કરોડ કરતા વધુ એલઇડી બલ્બ વેચ્યા છે. અને આ દ્વારા 1,802 કરોડ રૂપિયા દર વર્ષે બચાવ્યા છે. અને સાથે જ 36.4 લાખ ટનનો કાર્બન ડાયોક્સાઇડ પણ ઓછું કરી પર્યાવરણને પણ બચાવ્યું છે. અર્બન જ્યોતિ અભિયાન હેઠળ શહેરોમાં પાવર કાપ પણ સમયગાળો ઓછા જોવા મળ્યો છે. મે 2017 સુધી આ વીજકાપ 1.59 કલાકનો કરવામાં આવ્યો છે. જે પહેલા 3 થી સાડા ત્રણ કલાકનો હતો.

એટલું જ નહીં પવન ચક્કી અને સૌરઊર્જાથી પણ પાવર મંત્રાલયે ઊર્જાના સ્ત્રોત વધારવાનો પ્રયાસ કર્યો છે. વર્ષ 2016-17માં પવન ઊર્જા દ્વારા 1392 MW ઊર્જા મેળવીને ગુજરાત ભારતનું બીજું સૌથી વધુ વાર્ષિક પવન ઊર્જા ઉત્પન્ન કરતું રાજ્ય બન્યું છે. તો સોલાર પંપ પણ મોટી સંખ્યામાં સ્થાપવામાં આવ્યા છે અને માર્ચ 2014 પછી તેમાં 9372 ટકાનો વધારો થયો છે. સાથે જ માર્ચ 2017 સુધીમાં 8051 સોલર પંપ નાંખવામાં આવ્યા છે. વધુમાં રાજ્યમાં 3 બ્લોક સંપૂર્ણ પારદર્શકતા દ્વારા તમરા પોર્ટલ એપ દ્વારા હરાજી કરીને ફાળવવામાં આવ્યા છે.

English summary
In the past 3 years, Government has worked under the principle of “Co-operative Federalism” in order to achieve the aims of “24x7 Affordable Clean Power for All” and ensure “Natural Resources for National Development”. Read here more details on it.
Please Wait while comments are loading...