માત્ર વાતો નહીં, કડક કાર્યવાહીની જરૂરીયાત: સોનિયા ગાંધી

સોનિયાએ જણાવ્યું કે આ મામલામાં માત્ર વાતો કરવાની જરૂરિયાત નથી, પરંતુ સખત કાર્યવાહી કરવાની જરૂર છે. કોંગ્રેસ અધ્યક્ષાએ જણાવ્યું કે પાંચ વર્ષની ગુડીયા સાથે દુષ્કર્મ આચરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઇએ.
સોનિયાના આ નિવેદન બાદ માનવામાં આવે છે કે દિલ્હી પોલીસના મોટા અધિકારીઓ પર ગાજ પડી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીના પોલીસ કમિશ્નર નીરજ કુમારની ખુરશી છીનવાઇ શકે છે. સૂત્રોએ એ પણ જણાવ્યું કે આ મામલામાં પોલીસના વલણથી કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે નારાજ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર લોકોના વિરોધ પ્રદર્શન અને સોનિયાના વલણને જોતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય પોલીસના વરિષ્ઠ અધિકારીઓની સામે કડક કાર્યવાહી કરી શકે છે.












Click it and Unblock the Notifications
