
Video: સબરીમાલા ગયેલી બિંદુ પર લાલ મરચાથી હુમલો, લગાવ્યો છેડતીનો આરોપ
બિંદુ આમિની એ બે મહિલા કાર્યકર્તાઓમાંની એક છે જે જાન્યુઆરીમાં કેરળના સબરીમાલા મંદિરમાં જવામાં સફળ રહી હતી. તેના પર સોમવારે કોચ્ચિના પોલિસ કમિશ્નરની ઓફિસમાં લાલ મરચાથી હુમલો કરવામાં આવ્યો છે. તે તૃપ્તિ દેસાઈ સહિત અન્ય કાર્યકર્તાઓ સાથે એક વાર ફરીથી મંદિર તરફ જઈ રહી હતી. બિંદુ અને તૃપ્તિ સબરીમાલા જવા માટે સુરક્ષા માંગવા પોલિસ કમિશ્નરની ઓફિસ પહોંચ્યા હતા.

છેડતીનો દાવો
બિંદુએ દાવો કર્યો છે કે પ્રદર્શનકારીઓએ તેની સાથે છેડતી કરી છે. નવાઈની વાત તો એ છે કે બિંદુ સાથે આ બધુ પોલિસ કમિશ્નરની ઓફિસની બહાર થયુ છે. જ્યાં તે સુરક્ષા માંગવા માટે પહોંચી હતી. તેને ત્યારબાદ હોસ્પિટલમાં પણ લઈ જવામાં ન આવી. જ્યારે તૃપ્તિ દેસાઈ કોચ્ચિ એરપોર્ટ પર પહોંચી તો પ્રદર્શનકારીઓએ તેનો રસ્તો રોકી લીધો અને કહ્યુ કે તે કોઈ પણ હાલતમાં તેને મંદિર સુધી નહિ જવા દે.
|
સુપ્રીમ કોર્ટના ચુકાદા પર કોઈ રોક નથી લગાવી
આ મહિલા કાર્યકર્તાઓનુ કહેવુ છે કે સુપ્રીમ કોર્ટે પોતાના 2018ના ચુકાદા પર કોઈ રોક નથી લગાવી. આ ચુકાદો બધી ઉંમરની મહિલાઓને સબરીમાલા મંદિરમાં જવાની મંજૂરી આપે છે. એ કહે છે કે આજે બંધારણ દિવસ છે એટલે કે એ દિવસ જ્યારે સદીઓથી ઉંમર માટે ચાલી આવતા આ પ્રતિબંધને તોડવો જોઈએ. આ મહિલાઓનુ કહેવુ છે કે જો કોઈ તેમનો રસ્તો રોકશે તો તે અવગણના અરજી સાથે કોર્ટ સુધી જશે. તે કહે છે કે તેમને સુરક્ષા આપવી પોલિસનુ કર્તવ્ય છે.
આ પણ વાંચોઃ 26/11 હુમલોઃ જ્યારે એક જ્યૂસના કારણે કસાબે માંગી હતી ‘ઉપર' જવાની મંજૂરી

શું કહે છે કેરળની ડાબેરી સરકાર
આ બાબતે કેરળની ડાબેરી સરકારનુ કહેવુ છે કે જ્યાં સુધી કોર્ટનો આદેશ ન આવી જાય ત્યાં સુધી તે મંદિર જવા ઈચ્છુક મહિલાઓને કોઈ સુરક્ષા નહિ આપે. તમને જણાવી દઈએ કે સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે સદીઓથી પ્રથા ચાલી આવે છે કે અહીં 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓ પ્રવેશ ન કરી શકે કારણકે તેમને માસિક ધર્મ થાય છે. આ બાબતે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો અને બધી ઉંમરની મહિલાઓને પ્રવેશ માટે મંજૂરી આપી દીધી હતી જેનો ઘણો વિરોધ થયો હતો. કોર્ટમાં સમીક્ષા અરજી કરવામાં આવી ત્યારબાદ પાંચ જજોની બેંચે કેસ સાત જજોની બેંચને સોંપી દીધો. જો કે આ દરમિયાન કોર્ટે પોતાના ગયા આદેખ પર ના તો કોઈ રોક લગાવી અને ના તેના વિરોધમાં કંઈ કહ્યુ.