For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈ એરપોર્ટ પર લાગેલા અદાણી ગ્રુપના બોર્ડને શિવસેના કાર્યકર્તાઓએ તોડ્યુ, કહ્યુ - આ સહન નહિ થાય

મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટનો કંટ્રોલ હવે અદાણી ગ્રુપના હાથમાં છે અને શિવસેના શરૂઆતથી જ આના વિરોધમાં રહી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટનો કંટ્રોલ હવે અદાણી ગ્રુપના હાથમાં છે અને શિવસેના શરૂઆતથી જ આના વિરોધમાં રહી છે. આ દરમિયાન સોમવારે શિવસેના કાર્યકર્તાઓએ એરપોર્ટ પરિસરમાં તોડફોડ શરૂ કરી દીધી. વાસ્તવમાં એરપોર્ટ પરિસરમાં લાગેલા અદાણી ગ્રુપના બોર્ડને શિવસેનાના કાર્યકર્તાઓએ તોડી દીધુ. માહિતી મુજબ બે ડઝનથી વધુ શિવસેના કાર્યકર્તાઓએ પરિસરમાં ઘુસીને અદાણી ગ્રુપના આ બોર્ડને તોડી દીધુ. શિવસેનાએ આને છત્રપતિ શિવાજીનુ અપમાન ગણાવ્યુ છે અને કહ્યુ છે કે આ સહન કરવામાં નહિ આવે.

mumbai airport

એરપોર્ટના ગેટ નંબર 8 પર તોડફોડ

ચોંકાવનારી વાત તો એ છે કે આ દરમિયાન કોઈ સુરક્ષાકર્મી તેમને રોકતો પણ જોવા મળ્યો નહિ. જો કે તોડફોડ થઈ ગયા બાદ પોલિસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી. માહિતી મુજબ શિવસેના કાર્યકર્તાઓએ એરપોર્ટના ગેટ નંબર 8 પર લાગેલા અદાણી ગ્રુપના બોર્ડને તોડ્યુ છે. અહીં છત્રપતિ શિવાજી મહારાજની એક મૂર્તિ પણ લાગેલી છે.

એરપોર્ટની બ્રાંડિંગમાં નહિ કરવામાં આવે કોઈ ફેરફારઃ એરપોર્ટ પ્રવકતા

આ ઘટના માટે અદાણી એરપોર્ટના પ્રવકતાની પણ પ્રતિક્રિયા આવી છે. એરપોર્ટના પ્રવકતાએ કહ્યુ છે કે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અદાણી એરપોર્ટ્સની બ્રાંડિંગ ઉપરાંત અમે એ જણાવવા માંગીએ છીએ કે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટની બ્રાંડિંગમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો અને કરવામાં આવશે પણ નહિ. પ્રવકતાએ કહ્યુ કે CSMIAમાં બ્રાંડિંગ એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા(એએઆઈ)ના માનદંડો અને દિશાનિર્દેશોને અનુરૂપ છે. AAHL મોટાપાયે વિમાનન સમુદાયના હિતમાં સરકાર દ્વારા નિર્ધારિત બધા દિશા-નિર્દેશોનુ પાલન કરવાનુ ચાલુ રાખશે.

ગયા મહિને મુંબઈ એરપોર્ટ થઈ ગયુ હતુ અદાણી ગ્રુપના કંટ્રોલમાં

તમને જણાવી દઈએ કે જ્યારેથી એ નિર્ણય લેવામાં આવ્યે કે મુંબઈ એરપોર્ટનુ નામ અદાણી કર્યુ ત્યારથી જ શિવસેના નારાજ છે. જુલાઈ મહિનામાં અદાણી ગ્રુપે જીવીકે ગ્રુપ પાસેથી એરપોર્ટનો કંટ્રોલ પોતાના હાથમાં લીધો હતો. આની માહિતી ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને આપી હતી. આનો કંટ્રોલ લેતા પહેલા જ અદાણી ગ્રુપની એરપોર્ટમાં લગભગ 74 ટકા ભાગીદારી હતી.

English summary
Adani group board at Mumbai airport vandalise by Shiv sena workers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X