For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવોવેક્સ વેક્સીન ઉપલબ્ધઃ અદાર પૂનાવાલા

સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાના ચીફ એક્ઝીક્યુટીવ ઑફિસર અદાર પૂનાવાલાએ કોરોના વેક્સીનને લઈને સ્પષ્ટતા કરી છે.

|
Google Oneindia Gujarati News

પૂણેઃ સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાના ચીફ એક્ઝીક્યુટીવ ઑફિસર અદાર પૂનાવાલાએ કોરોના વેક્સીનને લઈને સ્પષ્ટ કર્યુ છે કે કોવોવેક્સ 12 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો માટે ઉપલબ્ધ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે, 'તમારામાંથી ઘણા લોકોએ પૂછ્યુ કે શું કોવોવેક્સ વયસ્કો માટે પણ ઉપલબ્ધ છે, જવાબ છે, હા, આ 12 વર્ષથી વધુ ઉંમરના બધા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે.' વાસ્તવમાં, અદાર પૂનાવાલાએ એલાન કર્યુ હતુ કે કોવોવેક્સ ભારતમાં બધા બાળકો માટે ઉપલબ્ધ છે ત્યારબાદ પૂનાવાલાએ સ્પષ્ટ કર્યુ કે બધા 12 વર્ષથી ઉપરના વયના લોકો માટે એ ઉપલબ્ધ છે.

adar poonawala

અદાર પૂનાવાલાએ કહ્યુ કે કોવોવેક્સ એકમાત્ર વેક્સીન છે કે જે ભારતમાં બની છે અને તેને યુરોપમાં વેચવામાં આવી રહી છે અને તેની ક્ષમતા 90 ટકા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ આ વધુ એક વેક્સીન તૈયાર કરવામાં આવી છે કે જે બાળકોને સુરક્ષા પૂરી પાડશે. ગયા સપ્તાહે નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઑફ ઈમ્યુનાઈઝેશને સીરમ ઈન્ટસ્ટીટ્યુટની વેક્સીન કોવોવેક્સને 12-17 વર્ષના લોકો માટે ભારતમાં સ્વીકૃતિ આપી હતી. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં સરકારે ઈમરજન્સીની સ્થિતિમાં કોવોવેક્સના ઉપયોગની અનુમતિ આપી દીધી હતી.

વળી, ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર આ વિશે ફરિયાદ કરી છે કે કોવિન એપ પર કોવોવેક્સનો વિકલ્પ ઉપલબ્ધ નથી. એક યુઝરે ટ્વિટ કરીને લખ્યુ કે જો કોવિન એપ પર 18 અથવા તેનાથી વધુ ઉંમરની શ્રેણીની પસંદગી કરે તો કોવોવેક્સનો વિકલ્પ નથી દેખાઈ રહ્યો. આશા છે કે આને પણ બુક કરવાનો વિકલ્પ આપવામાં આવશે. એક અન્ય યુઝરે લખ્યુ કે આ સ્ક્રીનશૉટને જુઓ, જ્યારે 18થી ઉપરની શ્રેણીને પસંદ કરી તો કોવોવેક્સનો વિકલ્પ નથી આવી રહ્યો જ્યારે 4 અન્ય વિકલ્પ દેખાઈ રહ્યા છે. આ ચાર વિકલ્પ તરીકે મુખ્ય રીતે કોવિશીલ્ડ, કોવાક્સીન, સ્પૂતનિક, ઝાયકોવ-ડી દેખાઈ રહી છે.

English summary
Adar Poonawal says covovax is available for everyone above 12 year of age.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X