આદર્શ કૌભાંડના આરોપી કેએલ ગિડવાનીનું નિધન

ગિડવાનીને બે દિવસ પહેલા શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ દક્ષિણ મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પારિવારિક સૂત્રોએ જણાવ્યું કે મંગળવારે તેમણે અતિમ શ્વાસ લીધા હતા.
પૂર્વ ધારાસભ્ય અને મરાહાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા ગિડવાનીની સીબીઆઇએ કોલાબામાં આદર્શ આવાસ સોસાયટી કૌભાંડ સબબ ગયા વર્ષે માર્ચમાં ધરપકડ કરી હતી.
ગિડવાની પર આ મામલેની તપાસ કરી રહેલા સીબીઆઇના અધિકારીઓને પ્રભાવિત કરવા માટે નાણાકીય સલાહકાર જે કે જગિયાસીને 1.25 કરોડ રૂપિયા આપવાનો આરોપ હતો.
ગિડવાનીની ધરપકડ બાદ કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી નિલંબિત કરી દીધા હતા અને તેમનાથી અંતર વધારી લીધું હતું.












Click it and Unblock the Notifications
